નવી દિલ્હી: આપણે લગભગ બધાએ કોઈને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે ઉપયોગ માટે મફત ચાદર અને ધાબળા આપવામાં આવે છે. જો કે, આ બેડશીટ્સ અને ધાબળા એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને જ મફત આપવામાં આવે છે.
ટ્રેનના મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે ટ્રેનની મુસાફરી દરમિયાન આપવામાં આવેલા ધાબળા અને ચાદર સાફ નથી. સમયાંતરે લોકો તે ગંદા હોવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં ઘણી વખત મનમાં આ સવાલ આવે છે કે ટ્રેનમાં મળેલી ચાદર અને ધાબળા કેટલી વાર ધોવાય છે?
ધાબળા કેટલી વાર ધોવાય છે?
જો તમારા મનમાં પણ આ સવાલ છે તો હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જ લોકસભામાં જવાબ આપ્યો છે. કોંગ્રેસના સાંસદ કુલદીપ ઈન્દોરાના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ટ્રેન મુસાફરોના ધાબળા મહિનામાં ઓછામાં ઓછા એક વખત ધોવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રેલ્વે યાત્રીઓને સ્વચ્છતાના ધોરણો અનુસાર પથારી ઉપલબ્ધ કરાવવા માટે પૈસા લે છે.
બેડ રોલ કીટમાં વધારાની શીટ
રેલ્વે મંત્રીએ વધુમાં કહ્યું કે, મુસાફરોને બેડ રોલ કીટમાં વધારાની ચાદર આપવામાં આવે છે. બેડ રોલ કીટમાં મળેલી એક ચાદર બર્થ પર સૂવા માટે છે, જ્યારે બીજી ચાદર-ધાબળાને ઢાંકવા માટે છે. તેમણે તેમના લેખિત જવાબમાં સ્પષ્ટ કર્યું કે, હાલમાં રેલવે દ્વારા મુસાફરોને આપવામાં આવતા ધાબળા હળવા, ધોઈ શકાય તેવા અને બહેતર ઇન્સ્યુલેશન પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે મુસાફરીના અનુભવને આરામદાયક બનાવે છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ચાદર અને ધાબળાની સફાઈ માટે ઓટોમેટેડ લોન્ડ્રી સુવિધા, સ્ટાન્ડર્ડ વોશિંગ સાધનો, ચોક્કસ સફાઈ એજન્ટો અને કપડાં ધોવાની પ્રક્રિયાની સંપૂર્ણ દેખરેખ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, ધોયેલા ધાબળા અને ચાદરની લિનનની ગુણવત્તા સફેદ મીટરથી તપાસવામાં આવે છે.
ફરિયાદો પર નજર રાખવા માટે વોર રૂમ
તેમણે લોકસભાને જણાવ્યું કે, રેલ મદદ પોર્ટલ પર લિનન/બેડરોલ સંબંધિત નોંધાયેલી ફરિયાદો પર નજર રાખવા અને તેના પર તાત્કાલિક પગલાં લેવા માટે ઝોનલ હેડ ઑફિસ અને વિભાગીય સ્તરે વૉર રૂમની સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચો: