ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન ગેમ્સ મામલે PIL, 3 જાન્યુઆરીએ આગામી સુનાવણી - PIL ON ONLINE GAMES

ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સના મામલે PIL થઈ છે. હાઇકોર્ટમાં પહેલી વખત અરજી રજૂ કરવામાં આવી છે, આ મુદ્દે 3 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 8:03 PM IST

અમદાવાદ :ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સના મામલે PIL કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં પહેલી વખત આ અરજીને રજૂ કરવામાં આવી છે. આ મુદ્દે 3 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.

ઓનલાઇન ગેમ્સ મામલે થઈ PIL :ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચમાં આ અરજી રજૂ થઈ હતી. આ અરજીમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બે પ્રાઇવેટ ઓનલાઈન ગેમ્સ ડેવલોપર ગેલેક્ટસ ફનવેર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (Online Games Developer Galactus Funware Technology Pvt. Ltd.) અને પ્રોબ મીડિયા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (Probe Media Technology Pvt. Ltd.)ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

આ મુદ્દે આજે અરજદાર વકીલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ સરકાર વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું કે, 2020 માં પણ આવી જ એક જાહેર હિતની અરજી થઈ હતી, પરંતુ કોર્ટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું.

ઓનલાઈન ગેમની ગંભીર લત : ઘણા બાળકોને ઓનલાઈન ગેમ રમવાની કૂટેવ પડી છે, જેના કારણે બાળકો સહિત તેમના પરિવારને પણ નુકસાન ભોગવું પડી રહ્યું છે. દેશમાં ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગની પ્રવૃત્તિ સતત વધી રહી છે. આ મુદ્દે ગુજરાતમાં ખેડાના કઠલાલનો એક કેસ સામે આવ્યો હતો.

કઠલાલમાં કિશોરી એક લાખ ગુમાવ્યા :આ કેસની વિગત છે કે, એક બાળક માતાના મોબાઈલમાં ગેમ રમતો હતો. ત્યારે માતાના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ગુમાવી દીધા હતા. એક લાખ રૂપિયા ઉપડી જતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આવી ઓનલાઇન ગેમ્સ મામલે અમદાવાદમાં રહેતા સુમિત પ્રજાપતિએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી છે.

રાતોરાત પૈસા કમાવવાની લાલચ :ઉલ્લેખનીય છે કે, લોકો ક્રિકેટના ઘણા શોખીન હોય છે. ખાસ કરીને IPL જેવી ક્રિકેટ મેચમાં ઓનલાઇન ગેમ રમીને રાતોરાત પૈસા કમાવાની લોકોમાં લાલચ વધી રહી છે. લોકો ખૂબ જ રસ લઈને ગેમ રમે છે. આવી ઓનલાઇન ગેમ્સની સામે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

  1. 'રિક્રુટમેન્ટ કેલેન્ડર બનાવો' પોલીસ ભરતી મુદ્દે હાઇકોર્ટનો સરકારને આદેશ
  2. ગુજરાત હાઈકોર્ટમાં હેલ્મેટ નિયમો અંગે સુનાવણી,helmet rules hearing

ABOUT THE AUTHOR

...view details