મહેસાણા: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના એક નિવેદનના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે કે , જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. જે BJPનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. આ જ દલાલો BJPની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. તો બીજી તરફ અનામત આંદોલન બાદ હવે અનામત મળવા મુદ્દે પણ નીતિન પટેલ બોલ્યા છે. નીતિન પટેલે નિવેદન કર્યું છે કે, અનામત કે બીજા કારણોથી હોદ્દો મળે એ હોદ્દો મહત્વનો નથી.
રાજકારણના દલાલો પર ટોણો માર્યો!
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીના ડરણ ગામે નૂતન વિદ્યાલયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. BJPનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. આ જ દલાલો BJPની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. અનામત કે બીજા કારણોથી હોદ્દો મળે એ હોદ્દો મહત્વનો નથી. તેમ નીતિન પટેલે બંધબેસતા વ્યક્તિઓ પર નીતિન પટેલે તીર માર્યા હતા.