રાજકોટ:જિલ્લામાં છેલ્લા 16 વર્ષથી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિલાસ પેલેસ ખાતે તલવાર રાસ યોજવામાં આવે છે. જેમાં 150 થી વધુ મહિલાઓ આ રાસમાં જોડાય છે અને તલવાર અને રાસ જોવા આવેલા લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ તલવાર રાસ દરમિયાન મહિલાઓ દ્વારા પહેલા તલવાર વડે રાસ કરવામાં આવે છે ત્યારબાદ મોટરસાયકલ અને મોપેડ ઉપર કરતબ કરવામાં આવે છે. ત્યારબાદ ખુલ્લી જીપમાં પણ તલવારના કરતબ દેખાડવામાં આવે છે. આ વખતે એક ઘોડી ઉપર એક યુવતી દ્વારા તલવાર સાથે કરતબ તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યો હતા.
રાજપેલેસમાં છેલ્લા 16 વર્ષથી આયોજન: તલવાર રાસ અંગે રાણી સાહેબા કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, 'પરંપરાગત પ્રાચીન રાસનું રાજપેલેસમાં છેલ્લા 16 વર્ષથી આયોજન કરવામાં એવી રહ્યું છે. તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતું હોય છે જેના માટે દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે.'
150 થી વધુ મહિલાઓ તલવાર સાથે રાસ રમી હતી (Etv Bharat Gujarat) તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, 'ક્ષત્રિય બહેનો-દીકરીઓ દર વર્ષે કંઈક નવું કરવા માગતા હોય છે જેથી તેમને તમામ સુરક્ષા સાથે છૂટ પણ આપવામાં આવે છે. જેના કારણે તેમની પ્રતિભાઓ બહાર આવે છે. પરંપરાને જાળવી રાખવી જોઈએ. સનાતન ધરમાં શસ્ત્રની મહત્વની ભૂમિકા છે. પહેલા શસ્ત્રની કલા યુદ્ધમાં કામ આવતી, પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.'
રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં તલવાર રાસ (Etv Bharat Gujarat) રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં તલવાર રાસ (Etv Bharat Gujarat) પ્રાચીન રાસ રજૂ કરતી 150 જેટલી બહેનો:તલવાર રાસની તૈયારી કરાવતા જાનકીબા ઝાલા છેલ્લા દોઢ મહિનાથી રાસની પ્રેક્ટિસ કરે છે. જેમાં તલવાર રાસ માત્ર એક શોર્ય દર્શન નથી, પરંતુ તેની સાથે તાલી રસ, દાંડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી 150 જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ, કાર અને સ્કૂટર પર બહેનોએ તલવાર સાથે કૃતિઓ રજૂ કરી હતી. તે ઉપરાંત આ વર્ષે ફક્ત વાહન નહિ, પરંતુ ઘોડી પર પણ કૃતિ રજૂ કરવામાં આવી હતી.
રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં તલવાર રાસ (Etv Bharat Gujarat) પ્રાચીન રાસ રજૂ કરતી 150 બહેનોનું અદભૂત પ્રદર્શન (Etv Bharat Gujarat) ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર:ઘોડી પર તલવાર રાસ કરનાર નીશિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 'ચાર વર્ષથી રાઇડિંગ ક્લબમાં માઉન્ટિંગ પોલીસ સાથે હોર્સ રાઇડિંગની પ્રેક્ટિસ કરી છે. તલવાર રાસમાં પહેલેથી ભાગ લેતી હતી, પરંતુ આ વર્ષે ઘોડે સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો. જેથી એક સપ્તાહ સુધી ઘોડા સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને ઘોડા પર તલવાર રાસ કર્યો હતો. આ માટે બસ ઘોડાનું વર્તન એકવાર સમજાઈ જાય તો બહુ અઘરું પડતું નથી. પરંતુ આ રાસ રમવા સાથે કાળજી પણ એટલી જ રાખવી પડે છે.'
પ્રાચીન રાસ રજૂ કરતી 150 બહેનોનું અદભૂત પ્રદર્શન (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- અહીં ગરબાએ બચાવ્યું 3 હજારથી વધુ લોકોનું જીવન, કેન્સર વોરિયર્સ માટે એક પહેલ, જાણો - NAVRATRI 2024
- પાવન પર્વની પવિત્રતા જાળવવા અમદાવાદ પોલીસ સજ્જ, શહેરમાં થઈ રહી છે ડ્રગ વિરુદ્ધ મેગા ડ્રાઇવ - navratri 2024