ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણવાવના ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી, મુસાફરો-દર્શનાર્થીઓએ માણ્યું કુદરતી સૌંદર્ય - Natural beauty on Mount Osam - NATURAL BEAUTY ON MOUNT OSAM

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત પર વરસાદ બાદ કુદરત હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ કુદરતી સૌંદર્યને માણવા માટે દર્શનાર્થીઓ અને મુસાફરો ઉમટી રહ્યા છે. જુઓ કુદરતી સૌંદર્યનો અદભુત નજારો આ અહેવાલમાં. Natural beauty on Mount Osam

કુદરતી સૌંદર્યને માણી કુદરતના ખોળે આનંદની અનુભૂતિ
કુદરતી સૌંદર્યને માણી કુદરતના ખોળે આનંદની અનુભૂતિ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 18, 2024, 9:13 PM IST

ઓસમ પર્વત પર વરસાદ બાદ કુદરત હાલ સોળે કળાએ ખીલી ઉઠી (Etv Bharat Gujarat)

રાજકોટ:ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ અને વિખ્યાત એવા ઓસમ પર્વત પર વરસાદ બાદ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. આ કુદરતી સૌંદર્યને માણવા અને નિહાળવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો, શ્રદ્ધાળુ અને મુસાફરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ કુદરતી સૌંદર્યને માણતા લોકો મંત્રમુક્ત બન્યા હોય તેવું દેખાઈ આવે છે. અહીંયા દેવ-દર્શન કરી દર્શનાર્થીઓ અને મુસાફરો આ કુદરતી સૌંદર્યને માણીતા હોય છે.

અહીંયા માત્રી માતાજીનું મંદિર છે (Etv Bharat Gujarat)

ઓસમ પર્વતની કુદરતી સંપત્તિ: વર્તમાન સમયમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભીમની થાળી સાથે-સાથે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે (Etv Bharat Gujarat)

વરસાદ વરસતાની સાથે જ પાટણવાવ ખાતે આવેલ પ્રસિદ્ધ એવા ઓસમ પર્વતની કુદરતી સંપત્તિ ખીલી ઉઠી છે અને પ્રાકૃતિ પર જાણે માતા વસુંધરા દેવીની કૃપાદ્રષ્ટિ વિશેષ રૂપે હોય તેવું જોવા મળ્યું છે.

મુસાફરો-દર્શનાર્થીઓએ માણ્યું કુદરતી સૌંદર્ય (Etv Bharat Gujarat)

કુદરતના ખોળે આનંદની અનુભૂતિ:પાટણવાવનો ઓસમ પર્વત આમ તો જગવિખ્યાત છે. આ ઓસમ પર્વત પર છેલ્લા ઘણા સમયથી આરોહણ અને અવરોહણની સ્પર્ધાઓ પણ યોજાય છે. આ ઓસમ પર્વતનો ઇતિહાસ પણ અનેક ગાથાઓ સાથે જોડાયેલ છે.

પાટણવાવના ઓસમ પર્વત પર કુદરત સોળે કળાએ ખીલી (Etv Bharat Gujarat)

અહીંયા માત્રી માતાજીનું મંદિર છે, ભીમની થાળી સાથે-સાથે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે તો અન્ય ઘણા ધાર્મિક સ્થાનો પણ આ પર્વત પર બિરાજમાન છે.

ઓસમ પર્વતની કુદરતી સંપત્તિ ખીલી ઉઠી (Etv Bharat Gujarat)

પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડે: અહીંયા ચોમાસા દરમિયાન દર વર્ષે માતા વસુંધરા દેવીની કૃપા થતી હોય અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠતી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે. આ સર્જાતા દ્રશ્યોના કુદરતી સૌંદર્યને નિહાળવા અને માળવા માટે વિવિધ વિસ્તારોમાંથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. આ નજારાને જોઈને સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ બની જાય છે અને કુદરતી સૌંદર્યને માણી કુદરતના ખોળે આનંદની અનુભૂતિ કરે છે.

  1. કુદરતી સૌંદર્યનો આ આહલાદક નજારો ઉત્તરાખંડનો નથી, રાજકોટના ધોરાજી પાસે આવ્યું છે આ સ્થળ - Natural Scenery of Osam mountain
  2. Navsari Rain Update : નવસારીની ઔરંગા નદીનો આકાશી નજારો, ભારે જળપ્રવાહને લઇ કાંઠાથી દૂર રહેવા અપીલ

ABOUT THE AUTHOR

...view details