નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસનો દોર બુધવારથી શરૂ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ નર્મદાના એકતા નગરમાં રૂપિયા 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ બાદ વડાપ્રધાન મોદી 'આરંભ 6.0' અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ પહેલાની સાંજે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે.
આ પ્રોજેક્ટ ઉદ્દેશ એ છે કે, રાજમા આવતા પ્રવાસીઓના અનુભવોમાં વધારો કરવો, સુલભતામાં સુધારો કરવાનો અને વિસ્તારમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે આ કાર્યક્રમની થીમ "આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત માટે રોડમેપ" છે.
99 માં કોમન ફાઉન્ડેશન કોર્સ 'આરંભ- 6.0'માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસીસના 653 ઓફિસર ટ્રેઇનીઓને સામેલ કરવામાં આવશે.
આ દરમિયાન, 31 ઓકટોબરના રોજ વડાપ્રધાનનરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપશે, ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસઆ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન કરશે. અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શોને નિહાળશે. તમને જણાવી દઈએ કે, તેઓ 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ ધરાવતી યુનિટી ડે પરેડના સાક્ષી બનશે.
ખાસ આકર્ષણોમાં NSGની હેઇલ માર્ચ ટુકડી, BSF અને CRPFના પુરૂષો અને મહિલા બાઇકરો દ્વારા સાહસિક પ્રદર્શન, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટના સંયોજન પરનો શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
- વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024: માવજીભાઈ પટેલના સમર્થનમાં પટેલ સમાજ, આજે પાછી ઉમેદવારી ખેચવાનો છેલ્લો દિવસ
- વડાપ્રધાન મોદી સરદાર જયંતીએ SOU એક્તાનગર ખાતે ₹284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે