વડોદરા: સાંસદ ડો. હેમાંગ જોષી જણાવે છે કે, બજેટનું સત્ર હોવાના કારણે હું દિલ્હી હતો. 22, જુલાઇના રોજ 11 જેટલા કલાકમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ કુદરતી હતું. ઓછા કલાકમાં વધારે વરસાદ નોંધાયાના કારણે શહેરીજનોનું જનજીવન ખોરવાયું હતું. વડોદરાની વોટર કેરીંગ કેપેસીટીથી વધારે વરસાદ નોંધાયાના કારણે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓથી લઇને નાનકડા સફાઇ સેવક સુધી તમામે ટીમ વર્કથી કામ કર્યું છે. મીડિયાએ પણ 24 કલાક રીપોર્ટીંગ કરીને લોકોને જાગૃત કર્યા છે. લોકોને હકીકતથી વાકેફ કર્યા હતા. વડોદરાએ ટીમ વર્ક થકી આ આફતને ટાળવા માટે પ્રયત્નો કર્યા છે. જે કામગીરીને તેઓએ બિરદાવી હતી.
વડોદરાની સ્થિતિ કથળતા કેન્દ્રિય બજેટ સત્ર છોડી સાંસદ ડો. હેમાંગ જોષી વડોદરા પરત - emang Joshi returns to Vadodara
22 જુલાઇના રોજ મેઘરાજા મન મૂકીને વર્ષ્યા ત્યારે વડોદરાની સ્થિતિ કથળી બનતી ગઈ. એટલું જ નહીં પરંતુ કેટલાક વિસ્તારો તો માર્ગ વિહોણા બની ગયા હતા. અવિરત વરસવાના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત માપથી ઉપર વહી રહ્યા હતા. જેના કારણે સરોવરમાંથી પાણી છોડવું પડ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આવી જ સ્થિતી આજે પણ હતી. ત્યારે વડોદરાના સાંસદ હાલ કેન્દ્રીય બજેટ ચાલતું હોવાથી સાંસદ ડો. હેમાંગ જોષી દિલ્હીમાં હતા. સાંસદ દિલ્હીથી વડોદરાની પળેપળની ખબર રાખી રહ્યા હતા.પરંતુ તેઓને વડોદરાના શહેરીજનોની સુખાકારી માટે આજે વહેલી સવારે વડોદરાના સાંસદ દિલ્હીથી હવાઇ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વામિત્રી નદીની સપાટી જોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
Published : Jul 27, 2024, 5:30 PM IST
હજુ ચોમાસુ બાકી છે: વડોદરાના સાંસદ હેમાંગ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે હું આ બાબતે મુખ્યમંત્રીને મળ્યો હતો. મુખ્યમંત્રી સ્થિતીનો સતત તાગ મેળવી રહ્યા હતા. તેમણે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આશ્વાસન આપ્યું કે, વડોદરાના જે પણ પ્રભાવિત વિસ્તારોમાં સરકાર દ્વારા સહાય કરવાની હશે, તે માટે સરકાર કટિબદ્ધ છે. આજે મેં આવીને વિશ્વામિત્રીનું લેવલ જાણ્યું હતું. વિશ્વામિત્રી આપણા માટે ખુબ જ ચિંતાનો વિષય હોય છે. લોકો જ્યારે વરસાદી પુરની સ્થિતીનું નિર્માણ થયું હોય ત્યારે ક્રિકેટને સ્કોરની જેમ પાલિકાની સાઇટ ઉપર વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સાઇટ ઉપર પાણીના સ્તરનું લેવલ ચેક કરતા હોય છે. વિશ્વામિત્રીનું લેવલ ઘટ્યું છે, તે રાહતની વાત છે. પાણી ઓસરી રહ્યા છે, ત્યાં રોગચાળો ન ફાટી નિકળે, વધુ સહાય પહોંચે. હજુ ચોમાસુ બાકી છે, આ ઘટનાથી આપણે શું શીખી શકીએ તે માટે ચર્ચા કરવામાં આવશે.
નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત: વડોદરા શહેરમાં વધુ વરસાદ વરસી જવાના કારણે કેટલાક વિસ્તારો આજે પણ માર્ગ વિહોણા બન્યા છે. પરંતુ સાંસદ હેમાંગ જોષી વડોદરા શહેરમાં આવતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોની પણ તેઓએ મુલાકાત લીધી હતી અને શહેરીજનોને પડતી મુશ્કેલીઓ વિશે તેઓએ તાલ મેળવીને તંત્રને વહીવટી કામગીરી કરવા માટે પણ સૂચનો આપી દીધા હતા.
- પેરિસ સમારોહમાં ભારતને મળ્યું એક દુર્લભ સન્માન, શ્રદ્ધાંજલિમાં હિન્દીનો ભાષાનો ઉલ્લેખ... - Paris Olympics 2024
- સીમ નદીમાં પેરિસ ઓલિમ્પિક 2024 ની ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતીય ટીમે મચાવી ધૂમ... - PARIS OLYMPICS 2024
- (1). Video:- વડોદરાના સાંસદ હેમાંગ જોશી તાત્કાલિક દિલ્હીથી વડોદરા પરત ફરી વડોદરા ની સ્થિતિને નિહાળી
(2). Video bit:- વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી
Story approval by Dave sir