બનાસકાંઠા:જિલ્લામાં રાત્રે તેમજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જોકે ચાર-પાંચ દિવસના વિરામ બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ બનાસકાંઠા જિલ્લામાં જરૂરિયાત મુજબ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ જિલ્લામાં વરસાદની ઘટ જોવા મળે રહે છે. જ્યારે વરસાદ પડતા ચોમાસુ વાવેતર કરેલ જુવાર, બાજરી, મગ, મઠ, તલ જેવા પાકોને જીવદાન મળશે.
ચાર-પાંચ દિવસ વિરામ બાદ બનાસકાંઠામાં ફરી જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - Rain again in Banaskantha
બનાસકાંઠામાં ચાર-પાંચ દિવસના વિરામ બાદ આજે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. જોકે સતત પડી રહેલા ભારે ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ સર્જાતા પંથકમાં પણ ઠંડક પ્રસરી છે, જ્યારે જિલ્લામાં સીઝનનો સૌથી ઓછો વરસાદ વાવમાં નોંધાયો છે. જિલ્લામાં જરૂરિયાત મુજબ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણો. Rain again in Banaskantha
Published : Sep 3, 2024, 3:50 PM IST
ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા:બનાસકાંઠાના ધાનેરામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે વરસાદ પડતા નગરપાલિકા રોડ તુલસીનગર વલાની બાગ પાસે વરસાદી પાણી ભરાયા હતા. આ સાથે નીચાણવાળી અનેક સોસાયટીના રસ્તાઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ઉપરાંત ઘૂંટણ સમાવ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે આ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારેથી જ વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સીજનનો વરસાદ ધાનેરામાં પડતા ખેડૂતો દ્વારા હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ