ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ બન્યું હોટસ્પોટ, કચ્છ જિલ્લામથકનું મહત્તમ તાપમાન વધવાનું કારણ શું ? - Kutch Weather - KUTCH WEATHER

મે મહિનાની શરૂઆતથી ઉનાળો પૂરજોશમાં છે. જોકે રાજ્યમાં કચ્છ જિલ્લાનું ભુજના મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહયો છે. જોકે ભુજ હોટસ્પોટ કેમ બન્યું અને તેના કારણો શું ? જાણો સંપૂર્ણ એનાલીસીસ આ ખાસ અહેવાલમાં...

ભુજ બન્યું હોટસ્પોટ
ભુજ બન્યું હોટસ્પોટ (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 4:08 PM IST

Updated : May 16, 2024, 4:14 PM IST

કચ્છ જિલ્લામથકનું મહત્તમ તાપમાન વધવાનું કારણ શું ? (ETV Bharat Desk)

કચ્છ :ઉનાળો સૂર્ય મધ્યાંતરે છે, ભુજનું મહત્તમ તાપમાન સતત વધતા કચ્છનું જિલ્લામથક હોટ સ્પોટ બની રહ્યું છે. કોઈ સમયે તો ભુજનું તાપમાન 43-45 ડિગ્રી નોંધાતું હોય છે. ભુજનું મહત્તમ તાપમાન વધવાના કારણોમાં શહેરીકરણ સાથે વધતું પ્રદુષણ મુખ્ય છે. દરિયાઈ વિસ્તાર નજીકના જિલ્લાના અન્ય શહેરોની સરખામણીએ ભુજનું મહત્તમ તાપમાન વધુ રહેતું હોય છે.

ભુજ બન્યું હોટસ્પોટ :સામાન્ય રીતે જિલ્લામથક ભુજમાં ગરમીના દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો 39-44 ડિગ્રી સુધી નોંધાતો હોય છે. સવારના 9 વાગ્યાના આસપાસથી જ પારો ઊંચો ચડતો જાય છે. દિવસભર ઉકળાટ રહે છે અને છેક સાંજના 7 વાગ્યા પછી પારો નીચે ઉતરે છે. રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થાય છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પણ ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે. ભુજ જાણે કે હોટસ્પોટ બની રહ્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે.

તાપમાન વધવાનું મુખ્ય કારણ :ભુજમાં આડેધડ શહેરીકરણ વધી રહ્યું છે. આજે ભુજ 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી ગયું છે. વાહનોની સંખ્યામાં પણ વધારો થતા પ્રદૂષણ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતાં તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાપમાન વધતાં ભુજ અગનભઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થયો છે. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેવા વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો. પરંતુ ભુજમાં વરસાદી માહોલ વચ્ચે પણ પારો નીચે ઉતર્યો નથી. લોકો ભારે ઉકળાટ અનુભવી રહ્યા છે.

હ્યુમન એક્ટિવિટીઝ પણ જવાબદાર :હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભુજમાં કલાઈમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે. જેના કારણે સામાન્ય તાપમાન કરતાં વધારે તાપમાન જોવા મળતું હોય છે. જેમાં હ્યુમન એક્ટિવિટીઝ પણ મહત્વનો ભાગ ભજવે છે. ભુજમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે. ભુજ સિવાયના કચ્છના અન્ય વિસ્તારોમાં એટલું શહેરીકરણ નથી, જેના કારણે ત્યાંનું તાપમાન ભુજના તાપમાન કરતાં ઓછું હોય છે.

વરસાદ ઘટવાનું કારણ :આ ઉપરાંત ભુજમાં વૃક્ષોનું પ્રમાણ પ્રદૂષણ અને માનવીય પ્રવૃતિની સરખામણીએ ઓછું છે, જેથી તાપમાન વધારે જોવા મળે છે. ભુજ સિવાયના કોસ્ટલ વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી હોય છે. હાલમાં ઊંચ સ્તરીય સાયકલોન સર્ક્યુલેશન ચાલી રહ્યું છે, જેના કારણે ભુજ સિવાયના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વધારે છે. કચ્છના અન્ય કોસ્ટલ વિસ્તારોમાં વરસાદની સરખામણીએ ભુજમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળશે. ભુજમાં એટલો વરસાદ જ નથી થયો, જેના કારણે ભુજમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.

  1. કચ્છના નખત્રાણામાં 33 મીમી વરસાદ ખાબક્યો, સર્વત્ર જળબંબાકાર - Kutch Nakhatrana 33 MM Rain
  2. મોત નોતરતા હોર્ડિંગ્સ, ભુજ નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે ? મુંબઈવાળી થઈ તો જવાબદાર કોણ ? - Bhuj Hoarding
Last Updated : May 16, 2024, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details