ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના વાંસદામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

લોકસભાની ચૂંટણી મતદાનને આડે હવે માત્ર 3 દિવસની જ વાર છે ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતની નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે વાંસદામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમિત શાહે વિજય સંકલ્પ સભાને સંબોધન કર્યુ હતું. Loksabha Election 2024 Navsari Bardoli Valsad Seat Amit Shah BJP Vijay Sankalp Sabha

વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા
વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 9:18 PM IST

વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા (Etv Bharat Gujarat)

નવસારીઃ વાંસદાના ગાંધી મેદાન ખાતે ભાજપની વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જન મેદની સંબોધતા ઈન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પરના અમિત શાહના પ્રવાસને પગલે રાજકીય સમીકરણમાં ફેરફારની શક્યતાઓને નકારી શકાય નહીં.

વિજય સંકલ્પ સભાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવસારી જિલ્લાની મુલાકાત આવ્યા હતા. તેમણે વાંસદામાં ગાંધી મેદાન ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધી હતી. વલસાડ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચાર કર્યો હતો. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ એટલે જુઠ્ઠા નું કારખાનું અને આદિવાસીઓના અનામતના હક્કો છીનવનાર ગણાવી હતી. દક્ષિણ ગુજરાતની નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક માટે અમિત શાહની જાહેર સભા મહત્વની બની રહેશે.

કોંગ્રેસ પર આકરા વાકપ્રહારઃ અમિત શાહે પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 4 અને 5 ટકા જેટલી મુસ્લિમ અનામત આપીને કોંગ્રેસ તૃષ્ટિકરણનું રાજકારણ કરી રહ્યું છે. ઈન્ડી ગઠબંધનમાં કદાચ જો જીતી જાય તો વડાપ્રધાન કોણ??? એવો મુદ્દો ઉપસ્થિત કરીને ઈન્ડી ગઠબંધનને પણ આડે હાથ લીધું હતું. 70-70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરને લટકતું રાખ્યું જ્યારે અમે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યુ છે.

આદિવાસીઓ માટે વડાપ્રધાન મોદીએ આવાસ, શૌચાલય, એલપીજી ગેસ, આરોગ્ય સેવાઓ વિષયક અનેક યોજનાઓ બહાર પાડી અને તેના લાભો આદિવાસીઓને પૂરા પાડ્યા છે. આદિવાસી ખેડૂતોને જે 6000 રુપિયા સરકાર તરફથી મળે છે તેનાથી તેઓ બહુ ખુશ છે. તેથી આદિવાસી મતદાતાઓ ભાજપને પૂર્ણ સમર્થન આપી રહ્યા છે...ધવલ પટેલ(વલસાડ લોકસભા બેઠક, ભાજપ ઉમેદવાર)

  1. ઉમેદવારની હાજરી વગર જ મુખ્યમંત્રીએ મોરબીમાં સભા સંબોધી, ભાષણમાંથી મોરબીનો મુદ્દો જ ગાયબ - Lok Sabha Election 2024
  2. સોનિયાબેને રાહુલયાનને 20-20 વખત લોન્ચ કર્યુ, વાંધો સીટમાં નથી તમારામાં છે: અમિત શાહનો કોંગ્રેસનો ટોણો - Amit Shah Addresses Public Meeting

ABOUT THE AUTHOR

...view details