ભાજપે છેલ્લા 10 વર્ષમાં નફરતના બીજ વાવ્યા છે (Etv Bharat) બનાસકાંઠાઃ આજે લાખણીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધીએ એક જનસભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ આ જનસભા સંબોધન દરમિયાન ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમજ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રહેલા મુદ્દાઓનું વર્ણન કર્યુ હતું.
બેરોજગારો માટે સંવેદનાઃ બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોર માટે જે ચૂંટણી પ્રચાર કર્યો તેમાં દેશના બેરોજગારો માટે સંવેદના પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે. સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભરતીની પરીક્ષા બાદ વર્ષો સુધી રોજગારીની રાહ જોવી પડી રહી છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. આઉટ સોર્સિંગ,કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવી રહ્યો છે.અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં જતા નથી. અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું. સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો પ્રયાસ કરાયો છે. ખાનગીકરણથી અનામત મળતું નથી.
ક્ષત્રિય આંદોલન મુદ્દે વાકપ્રહારઃ પ્રિયંકા ગાંધીએ ક્ષત્રિય આંદોલન મુદ્દે ભાજપ પર વાકપ્રહાર કર્યા હતા. ક્ષત્રિય મહિલાઓ પર અત્યાચાર થયો છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં ભાજપની સરકાર છે. દેશ માટે મેડલ લાવનાર મહિલા ખેલાડી રસ્તા પર ઉતરી હતી. ભાજપની સરકારે કોઈની મદદ કરી ન હતી.
કૃષિ ક્ષેત્રે કોંગ્રેસની કામગીરીઃ પ્રિયંકા ગાંધીએ જો કોંગ્રેસની સરકાર બનશે તો કૃષિ ક્ષેત્રે શું કામગીરી કરશે તેની રજૂઆત કરી હતી. જેમાં ખેતીના તમામ સામાનોથી GST હટાવીશું. શ્રમિકોને રોજના 400 રૂપિયા મળશે. પરિવારની મોટી મહિલાને 8500ની સહાય આપીશું. પાક નુકસાનીના 30 દિવસમાં વળતર મળશે. ભાવનગરમાં ગૌચરની જમીન પર ભાજપના નેતાઓ કબજો કર્યો હતો. ખેડૂતો માટે MSPને લઈને કાયદો બનશે. ખેડૂતોના દેવા માફી માટે આયોગ બનશે.
ભાજપ 10 વર્ષનો હિસાબ આપેઃ પ્રિયંકા ગાંધીએ ભાજપની કામગીરી અને નેતિકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે. છેલ્લા 10 વર્ષમાં ભાજપે જનતાની વચ્ચે નફરતના બીજ વાવ્યા છે. ભાજપ મારા ભાઈને એ શહેઝાદા કહે છે પણ શહેઝાદા 4000 કિ.મી. પગપાળા ચાલ્યા છે. ખેડૂતો, શ્રમિકો, બહેનોના હાલચાલ પૂછ્યા છે. મોંઘવારીથી જનતા પરેશાન છે. ખેતીના દરેક સામાન પર GST લાગે છે. જે અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવી દેવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ટેજ પરથી એવા ભાષણ કરે છે કે તમારે સ્થાનિક ઉમેદવારને નહિ પણ નરેન્દ્ર મોદીને મત આપવાનો છે. શું આ યોગ્ય છે? તેથી જ 7મી તારીખે તમારી બહેન અને દીકરી એવી મને-ગેનીબેન ઠાકોરને જંગી બહુમતિથી જીતાડજો...ગેનીબેન ઠાકોર(બનાસકાંઠા લોકસભા બેઠક, કોંગ્રેસ ઉમેદવાર)
આ વખતે બનાસકાંઠાની જનતાએ બનાસની બેન ગેનીબેન ઠાકોરને જીતાડવા મક્કમ નિર્ધાર કર્યો છે. તેથી બનાસકાંઠાની જનતા ગેનીબેન અને કોંગ્રેસ સાથે અડિખમ ઊભી છે...કાંતિભાઈ ખરાડી(ધારાસભ્ય, કોંગ્રેસ)
- રાજકોટ સ્થિત વેપારીઓએ ETV ભારતનાં ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? - ETV Bharat Choupal
- રાજકોટ સ્થિત વરિષ્ઠ નાગરિકોએ ETV ભારતનાં ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? જાણો - SENIOR CITIZENS RAJKOT