કચ્છ:લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા આજે ભુજના વાગડ બે ચોવીસી સમાજવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત થયા હતા.
જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે ઉમેદવારી નોધાવી, શકિતસિંહ ગોહિલે આપી હાજરી - Kutch Lok Sabha Seat
કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે પરિવર્તનની લહેરની આશા સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.
Published : Apr 16, 2024, 5:24 PM IST
કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા:વિજય વિશ્વાસ સંમેલન બાદ તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા. કચ્છ મોરબી લોકસભા બેઠક માટે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની દાવેદારી રજૂ કરી હતી. નિતેશ લાલણ એ જણાવ્યું હતું કે,આજે લડાયક અધ્યક્ષ શકિતસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી કલેકટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી છે.
ખૂબ મોટા માર્જીનથી જીતનો વિશ્વાસ:આ વખતે કચ્છની બેઠક કોંગ્રેસ ખૂબ મોટા માર્જીનથી જીતશે તેવું મને વિશ્વાસ છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાય છે તે પોતાની મજબૂરીના કારણે જોડાય છે બાકી મનથી કોઈ તેમની પાસે જવા તૈયાર નથી. ભાજપ 5 લાખની લીડ ની વાત કરે છે તો શા માટે ભરતીમેળાની વાતો કરે છે તેમના કાર્યકરો પર વિશ્વાસ નથી. કચ્છના પ્રવાસમાં જાણવા મળ્યું છે કે, લોકો ખૂબ પીડિત છે. આંકડાની માયાજાળમાં લોકોને ફસાવવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છની જનતા પણ આ વખતે સતર્ક છે. 7મી મેના જનતા કોંગ્રેસ પક્ષમાં મતદાન કરીને પરિવર્તન લાવશે.