ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પૂર્વ કચ્છ એલ.સી. બીએ પાસા તળે અટકાયત કરી મધ્યસ્થ જેલ સાબરમતીમાં ધકેલ્યો - Prohibition of Kutch East - PROHIBITION OF KUTCH EAST

કચ્છના પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરની પૂર્વ કચ્છ લોકલ કાઈમ બ્રાન્ચ દ્વારા પાસા તળે અટકાયત કરવામાં આવી છે. Prohibition of Kutch East

લીસ્ટેડ બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેંદીયો જીવણભાઈ મકવાણા
લીસ્ટેડ બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેંદીયો જીવણભાઈ મકવાણા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 1:30 PM IST

કચ્છ:લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને અટકાયત કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીએ આરોપીને પકડી પાડી પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી દીધો છે. મહેન્દ્ર ઉર્ફે મેંદીયો જીવણભાઈ મકવાણા સામે કચ્છના 4 પોલીસ મથકે 5 જેટલા પ્રોહીબીશનનાં ગુનાઓ નોંધાયેલા છે.

પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે ધકેલ્યો: લોકસભા ચુંટણી અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા,પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારેએ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા આરોપીઓ પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપી હતી. જેના ભાગરૂપે પૂર્વ કચ્છ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા દ્વારા પ્રોહીબીશન બુટલેગ૨ મહેન્દ્ર ઉર્ફે મેંદીયો જીવણભાઈ મકવાણા (કોલી) વિરુધ્ધ સામખ્યાળી, અંજાર, આડેસર અને રાપર એમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓ નોંધાયેલ છે.

આરોપીને મધ્યસ્થ જેલ સાબરમતી મોકલાયો:આરોપી મહેન્દ્રને પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કચ્છ કલેકટ૨ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીને પકડી પાડી પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવ્યો છે.

આરોપીના નામે નોંધાયેલ ગુના

(1) સામખ્યાળી પોલીસ સ્ટેશન. ગુ.૨.નં. 0103/22 પ્રોહીબીશન કલમ 64 એ,ઇ,116બી,98(2)

(2) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 1067/22 પ્રોહીબીશન કલમ 65 એ,ઇ,116બી,98(2),81

(3) રાપર પોલીસ સ્ટેશન. ગુ.૨.નં. 0312/22 પ્રોહીબીશન કલમ 65 એ,ઇ,116 બી,98(2),81,83

(4) આડેસર પોલીસ સ્ટેશન. ગુ.૨.નં. 0258/22 પ્રોહીબીશન કલમ 65 એ,ઈ,116બી,81

(5) આડેસર પોલીસ સ્ટેશન ગુ.૨.નં. 0031/24 પ્રોહીબીશન કલમ 65એ,ઇ,116બી,81,98(2)

  1. કચ્છ લોકસભા બેઠક પર ઈટીવી ભારતની યુવા મતદારો સાથે ચૂંટણી ચોપાલ - Kutch Lok Sabha Seat
  2. લેઉવા પટેલ મતદાતાઓ મુદ્દે પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી થઈ, ભાજપે લગાવ્યો કોંગ્રેસ પર આરોપ - Leaflet on Leuva Patel voters

ABOUT THE AUTHOR

...view details