અમરેલી:ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં પૌરાણિક અને ઐતિહાસિક વાવ અને કૂવાઓ આવેલા છે. જૂનાગઢના ઉપરકોટમાં આવેલી અડીકડીની વાવ, નવઘણ કૂવા ખૂબ જ જાણીતા છે. આ વાવ અને કૂવાનો ઇતિહાસ પણ રોચક અને ગૌરવવંતો છે.
લાલિયા ભૂતની વાવ: અમરેલી જિલ્લામાં પણ ઘણી ઐતિહાસિક અને પૌરાણિક વાવો આવેલી છે. જિલ્લાના લાઠીમાં આવેલી એક એવી વાવ છે જે એક ભૂતે બનાવી હોવાની લોકલાયકા છે. 7 કોઠાની આ અદ્ભુત નકશી કામો સાથેની વાવ એક જ રાતમાં લાલિયા નામના ભૂતે ખોદીને બનાવી હોવાની માન્યતા છે. એટલે આ વાવને લાલિયા ભૂતની વાવ કહેવામાં આવે છે. તેમજ અહીં બે માતાજીના મંદિર પણ આવેલા છે.આ ઉપરાંત વાવની આસપાસ પણ કેટલાંક દેવી-દેવતાઓના મંદિરો આવેલા જેના દર્શન કરવા માટે લોકો આસ્થાપૂર્વક અહીં ઉમટી પડે છે.
વાવની વિશેષતા અને ઈતિહાસ
લાલિયા ભૂતની વાવની વિશેષતાની વાત કરીએ તો, આ વાવમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરોમાં ક્યાંય પણ સિમેન્ટ, ચૂનો કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અને ડાયરેક્ટ પથ્થરની ગોઠવણી કરવામાં આવી છે. આ વાવ લાલિયા નામના ભૂતે 125 ભૂતો સાથે મળીને એક જ રાતની અંદર ખોદીને બનાવી હોવાની લોકવાયકા છે. વાવની અંદર ‘લાલિયા ભૂત’ ની મૂર્તિ પણ આવેલી છે. આશરે 400 વર્ષ પુરાણી આ વાવ હોવાનું ઈતિહાસકારોનું માનવું છે. એક લોકવાયકા એવી છે કે, લાલિયા ભૂતના તોફાનો વધતા સાગોરા પીરે તેમને વશ કરીને બેસાડ્યો હતો