ETV Bharat / state

પાલનપુર કલેક્ટર કચેરીએ NSUI-કોંગ્રેસનો હોબાળો, શિષ્યવૃત્તિની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણ - POST METRIC SCHOLARSHIP

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ અચાનક જ બંધ કરી દેવાતા બનાસકાંઠાના વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે, જેને હવે NSUI અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ટેકો આપ્યો છે.

પાલનપુર કલેક્ટર કચેરીએ NSUI-કોંગ્રેસનો હોબાળો
પાલનપુર કલેક્ટર કચેરીએ NSUI-કોંગ્રેસનો હોબાળો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 6:56 PM IST

Updated : Dec 17, 2024, 8:05 PM IST

બનાસકાંઠા: વર્ષ 2010થી ચાલુ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ અચાનક જ બંધ કરી દેવાતા બનાસકાંઠાના વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. આદિજાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે અપાતી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ ચાલુ કરવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા અને તાળાબંધી કરવા પહોંચેલા NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ દ્વારા કાર્યકરો સાથે સમજાવવાના પ્રયાસો કરાયા હતા. જોકે તેમ છતાં તેઓ ગેટની અંદર પ્રવેશ કરવા જતાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે હલ્લાબોલ

પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ ચાલુ કરવા છેલ્લાં કેટલાક દિવસોથી માંગ ઉઠી રહી છે, વિદ્યાર્થીઓનુ કહેવું છે કે, વર્ષ 2010થી આપવામાં આવતી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ સરકારના નવા પરિપત્ર અને માર્ગદર્શિકામાં બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે આદિજાતિ સમાજના બનાસકાંઠા જિલ્લામાં આવેલા 20,000થી વધુ તેમજ ગુજરાતમાં 60,000 થી વધુ વિદ્યાર્થીઓને સીધી જ અસર પડી રહી છે. આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ભાવિ બગડે તેવી સ્થિતીનુ નિર્માણ થયું છે.

ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની પોલીસ અધિકારી સાથે તુતુ-મેમે (Etv Bharat Gujarat)

NSUI અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીએ પ્રદર્શન

તાજેતરમાં જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ મદદનિશ કમિશનર કચેરી પાલનપુર ખાતે આવેદનપત્ર આપીને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ વહેલી તકે ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી હતી, અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ તેમની ઉચ્ચારી હતી. જેના ભાગરૂપે આજે NSUI કાર્યકર્તાઓની આગેવાનીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કચેરીનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા. જેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સાથે કોંગ્રેસ અને NSUIના સરકાર સામે સુત્રોચ્ચાર (Etv Bharat Gujarat)

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવામાં નહીં આવે તો વિધાનસભા ઘેરાવની ચિમકી

પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને આર્થિક મદદરૂપ થવા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનુ શિક્ષણ છીનવવાનુ કારસ્તાન કરવામાં આવ્યું છે, તેના વિરુદ્ધમાં તાળાબંધી કરવા પહોંચ્યાં છીએ, અને આગામી દિવસોમાં વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.

પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની પોલીસ દ્વારા કારઈ અટકાયત
પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની પોલીસ દ્વારા કારઈ અટકાયત (Etv Bharat Gujarat)

પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરાઈ

ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની માંગ: જોકે NSUIના કાર્યકરો સાથે કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર કચેરીનો ઘેરાવો અને તાળાબંધી કરવા માટે પહોંચતા પોલીસે પહેલા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ગેટની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા પોલીસને સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. પોલીસે બળજબરી કલેકટર કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા NSUIના કાર્યકરો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, અને જે કાર્યકરો કલેક્ટર કચેરીના ગેટ આગળથી હટવાનું ના કહેતા હતા તેમને ટીંગાટોળી કરીને પોલીસવાન સુધી લઈ જવામાં આવ્યા હતા.

આદિજાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે અપાતી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિના મુદ્દે NSUI-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
આદિજાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે અપાતી પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિના મુદ્દે NSUI-કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની પોલીસ અધિકારી સાથે તુતુ-મેમે

જોકે પોલીસની કડકાઈ સામે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉગ્ર રોષ વ્યક્ત કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે અમે તાળાબંધી કરવા નથી, આવ્યા અમે અધિકારી સાથે વાટાઘાટો કરવા આવ્યાં છીએ. ત્યારે અધિકારીઓને કહો કે અમારી સાથે મુદ્દાઓને લઈને વાટાઘાટો કરે અને સાથે જ જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમને તાત્કાલિક મુક્ત કરવાની પણ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ માંગ કરી હતી. ત્યારે અટકાયત કરવામાં આવેલા કાર્યકરોને મુક્ત કરવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકરો અને કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી તેમને મુક્ત કરવાની માંગ કરી હતી. પોલીસે આખરે અટકાયત કરેલા તમામ લોકોને મુક્ત કરતા મામલો થાળે પડ્યો હતો.

NSUI અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર
NSUI અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરૂદ્ધ કર્યા સુત્રોચ્ચાર (Etv Bharat Gujarat)

જોકે અટકાયત કરેલા એનએસયુઆઈ કાર્યકર્તા ઈશ્વર ડામોરે કહ્યું કે, આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. ખરેખર આ શરમજનક બાબત છે કે, જ્યારે-જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, ત્યારે પોલીસ સરકારનો હાથો બનીને વિદ્યાર્થીઓની અટકાયત કરે છે. જો માંગ સ્વીકારવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ફરી ઘેરાવ કરવામાં આવશે. -ઈશ્વર ડામોર, NSUI

પાલનપુર કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા અને તાળાબંધી કરવા પહોંચેલા NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
પાલનપુર કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા અને તાળાબંધી કરવા પહોંચેલા NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ (Etv Bharat Gujarat)

મહત્વપૂર્ણ છે કે, વર્ષ 2010થી ચાલુ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ અચાનક જ બંધ કરી દેવાતા હવે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર કે સરકારના કાન સુધી વિદ્યાર્થીઓની રજૂઆત ન પહોંચી રહી હોય તેવી પરિસ્થિતિનું બનાસકાંઠામાં નિર્માણ થયું છે. જો સરકાર કે તંત્ર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં નહીં આવે તો શિષ્યવૃત્તિની માંગ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવું પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના વલણ પરથી લાગી રહ્યું છે.

  1. આદિવાસી સમાજના બાળકોના ઉત્થાનના પૈસા સરકાર તાયફાઓમાં વાપરી રહી છે: યુવરાજસિંહ જાડેજા
  2. 'જીવ આપી દઈશું પણ જમીન નહીં', બાયપાસ રોડમાં સંપાદન થયેલી જમીને ખેડૂતોને રડાવ્યા

Last Updated : Dec 17, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.