સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવી જંત્રી જાહેર કરી હતી, જે જંત્રીનો બોજ ખુબજ અસહ્ય છે તેવો સતત બિલ્ડર લોબીમાં ગણગણાટ છે. 1 વર્ષ પહેલા ડબલ જંત્રી કરેલી ત્યારે પણ સુરેન્દ્રનગર વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં બજાર કિંમત કરતા જંત્રી વધી ગયેલી અને હાલ તાજેતરમાં કરેલી જંત્રીનો ભાવ તેનાથી પણ અનેક ગણો વધારે હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે બિલ્ડર આગેવાનોએ સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, જંત્રીનો આ જ ભાવ રહેશે તો શહેરનો વિકાસ અટકી જશે અને શહેરની બહારના વિસ્તારનો વિકાસ રૂંધાઈ જશે.
દુધરેજની સીમમાં પહેલેથી જંત્રી વધારે હતી, તેમાં 1 વર્ષ પહેલા ડબલ જંત્રી થતા દુધરેજ બહારના વિસ્તારનો વિકાસ અટકી ગયો હોવાની પણ વાત બિલ્ડર આગેવાનોએ કરી છે. તેમનું કહેવું છે કે, હાલ તેમાં પણ વધારો થતા દુધરેજની સીમમાં જમીનની લે-વેચ સાવ બંધ થઈ જશે અને પરિણામે શહેરનો વિકાસ અટકી જશે. નવા જંકશન પાછળ જ્યાં પ્લોટ કિંમત બજાર કિંમત મીટરના જયાં 1500થી 2000 સુધીની છે. નવો ભાવ 5000થી 7000 નક્કી કરાયેલો છે. તો આ પરિસ્થિતિમાં જમીનના સોદા થતા બંધ થઈ જશે અને તે વિસ્તારનો વિકાસ અટકી જશે. તેવી જ રીતે રતનપરનો બાયપાસ રોડ, રતનપર વિસ્તાર જે ડેવલપમેન્ટ થતો વિસ્તાર છે. ત્યાં આવા વિસ્તારની જંત્રીના ભાવ 12000થી 13000 પ્રતી મીટર નક્કી કરેલો છે, જે ખુબ જ વધારે છે. જંત્રી માટે જે બ્લોક બનાવેલા છે તે ઘણા મોટા બનાવેલા છે. જે બ્લોકની અંદર અસંખ્ય સર્વે નંબરો આવી જાય છે. રોડ ઉપરની જગ્યા હોય તો તેની કિંમત આવતી હોય છે, પરંતુ અંદરની જગ્યાની કિંમત રોડ સાઈડ જેવી નથી આવતી. માટે જંત્રી માટે જે બ્લોક બનાવેલા છે તે બ્લોક નાના બનાવવા જોઈએ. બાયપાસ રોડ ઉપર 12 થી 13 હજાર પ્રતી મીટર ભાવ નક્કી કરેલો છે તે ભાવ જે બ્લોકના ભાવ છે. તે આખા બ્લોકમાં આવા ભાવ ન મળતા હોવાની ફરિયાદો ઊઠી છે. માટે જંત્રી માટેના બ્લોક નાના બનાવવા અને રોડ સાઈડ અને ઈન્સાઈડના ભાવ અલગ-અલગ નક્કી કરવાની એશોશિએશન દ્વારા માગ કરવામાં આવી છે.