નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, બંધારણ પરની ચર્ચા યુવાનો અને આવનારી પેઢી માટે બોધપાઠ બની રહેશે. બંને ગૃહોમાં બંધારણ પર થયેલી ચર્ચા યુવાનો અને આવનારી પેઢી માટે ખૂબ જ શૈક્ષણિક હશે. લોકો જોશે કે કઈ પાર્ટીએ બંધારણને સમર્થન આપ્યું છે.
રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા
અમિત શાહે કહ્યું, આપણે વિશ્વના વિવિધ દેશના બંધારણમાંથી સારી વસ્તુઓ લીધી છે, પરંતુ આપણી પરંપરાઓ છોડી નથી. બંધારણમાં વેદ અને શાસ્ત્રોના વિચારોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આપણું બંધારણ, બંધારણ સભાની રચના અને બંધારણ બનાવવાની પ્રક્રિયા અનન્ય છે. બંધારણ સભામાં 22 ધર્મો અને સંપ્રદાયોના 299 સભ્યો હતા, જેમાં દરેક રજવાડા અને રાજ્યના પ્રતિનિધિત્વ હતા. આ પ્રક્રિયામાં 2 વર્ષ, 11 મહિના અને 18 મહિનાનો સમય લાગ્યો હતો.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, " ... in our constitution, the constitution has never been considered immutable... article 368 has a provision to amend the constitution... the 54-year-old leader who calls himself 'yuva', keeps roaming around with the… pic.twitter.com/E74ahBV6KU
— ANI (@ANI) December 17, 2024
બંધારણ અંગે આંબેડકરની વિચારસરણીનો સંદર્ભ
અમિત શાહે કહ્યું કે, બંધારણના નિર્માણ પછી ભીમરાવ આંબેડકરે ખૂબ જ સમજી-વિચારીને કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું સારું હોય, જો તેને ચલાવવા માટે જવાબદાર લોકો સારા ન હોય તો તે ખરાબ બની શકે છે. તેવી જ રીતે બંધારણ ગમે તેટલું ખરાબ હોય, જો તેને ચલાવનારાઓની ભૂમિકા સકારાત્મક અને સારી હોય તો તે સારું સાબિત થઈ શકે છે. આ બંને ઘટના આપણે બંધારણના 75 વર્ષમાં જોઈ છે.
કલમ 368 માં બંધારણીય સુધારાની જોગવાઈ
અમિત શાહે કહ્યું કે, આપણા બંધારણને ક્યારેય અપરિવર્તનશીલ માનવામાં આવ્યુ નથી. સમય સાથે દેશ પણ બદલવો જોઈએ, સમય સાથે કાયદા પણ બદલાવા જોઈએ અને સમય સાથે સમાજ પણ બદલવો જોઈએ. પરિવર્તન જીવનનો મંત્ર છે, તે સાચું છે. જેને આપણી બંધારણ સભાએ પણ સ્વીકાર્યું હતુ, તેથી કલમ 368 માં બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી હતી.
आज हम जिस मुकाम पर खड़े हैं, उस मुकाम पर महर्षि अरविंद और स्वामी विवेकानंद की वो भविष्यवाणी सच होती दिखाई पड़ती है कि भारत माता अपनी देदीप्यमान ओजस्वी स्वरूप में जब खड़ी होंगी, तब दुनिया की आंखें चकाचौंध हो जाएगी और पूरी दुनिया रोशनी के साथ भारत की ओर देखेगी।
— BJP (@BJP4India) December 17, 2024
- श्री @AmitShah… pic.twitter.com/WEW8TK7IpM
રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, "હવે કેટલાક નેતા આવ્યા છે અને 54 વર્ષની ઉંમરે તેઓ પોતાને યુવા ગણાવે છે અને કહેતા રહે છે કે તેઓ બંધારણ બદલશે, તેઓ બંધારણ બદલશે. હું તેમને કહેવા માંગુ છું કે બંધારણની જોગવાઈઓ બદલવાની જોગવાઈ કલમ 368 હેઠળ બંધારણમાં જ છે. "હું કહેવા માંગુ છું કે ભાજપે 16 વર્ષ શાસન કર્યું અને અમે બંધારણમાં 22 ફેરફારો કર્યા... કોંગ્રેસે 55 વર્ષ શાસન કર્યું અને 77 ફેરફારો કર્યા..."
સરદાર વલ્લભભાઈ પટેલનો આભાર માન્યો
ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો આભાર માનતા અમિત શાહે કહ્યું કે, તેમના કારણે જ દેશ વિશ્વનો મજબૂતાઈથી સામનો કરી શક્યો છે. હું સરદાર પટેલનો આભાર માનવા માંગુ છું કે તેમના અથાક પરિશ્રમના કારણે આજે દેશ એકજૂટ થઈને મજબૂતી સાથે વિશ્વની સામે ઉભો છે. જે લોકો કહેતા હતા કે આપણે આર્થિક રીતે મજબૂત બની શકીશું નહીં, તે લોકોને આપણા લોકોએ અને આપણા બંધારણે સુંદર જવાબ આપ્યો છે. આજે આપણે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સન્માન સાથે ઉભા છીએ.