કચ્છ: દિવાળીનો શુભ તહેવાર આવી રહ્યો છે. ત્યારે ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર ખાતે અખંડ ભારત અને દેશની જનતાની શાંતિ સલામતીના રક્ષક વીર જવાનોને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજી વરચંદ દ્વારા દેશના જવાનોને મીઠાઈનું વિતરણ કરીને દિપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
બીએસએફના જવાનોને કરાયું મીઠાઈ વિતરણ: દિવાળી તહેવારની હર્ષોલ્લાસ સાથે આપણે સૌ કોઈ પરિવાર સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ. પરંતુ દેશની સુરક્ષા કાજે સરહદ પર તૈનાત રહેતા બીએસએફના જવાનો જે દરેક તહેવાર સરહદના સાથી જવાનો સાથે ઉજવણી કરતા હોય છે અને પરિવાર સાથે તેઓ તહેવારની ઉજવણી કરી શકતા નથી. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ ભુજમાં સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજવામાં આવ્યો હતો.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ BSF જવાનોને મીઠાઈ વિતરણ કર્યુ (Etv Bharat gujarat) બીએસએફના જવાનોએ આભાર માન્યો: સાંસદ વિનોદ ચાવડાએ સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ સાથે દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કચ્છની સરહદ પર તૈનાત જવાનોને આ મીઠાઈ દર વર્ષે પહોંચાડવામાં આવે છે. આ કાર્ય બદલ બીએસએફના જવાનોએ સાંસદ સભ્ય વિનોદ ચાવડાનો આભાર માન્યો હતો.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ BSF જવાનોને મીઠાઈ વિતરણ કર્યુ (Etv Bharat gujarat) કચ્છના સાંસદ દ્વારા સરાહનીય કાર્ય: બીએસએફ ડીઆઈજી જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર પર મીઠાઈ આપીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. સીમા પર કાર્યરત દરેક જવાનોને અધિકારીઓને મીઠાઈ આપવાનું કામ ખરેખર સરાહનીય છે. દર વર્ષે આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે. કચ્છના સાંસદ દ્વારા આ કાર્ય વર્ષમાં 2 વખત કરવામાં આવી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે પણ દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવે છે. કોઈ સમયે બોર્ડર પર તો કોઈ સમયે બીએસએફના મુખ્ય કાર્યાલય ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે.
દેશના જવાનોને પરિવારના સભ્ય તરીકે અનુભૂતિ: સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે દેશના જવાનો સુધી મીઠાઈ પહોંચે તેવો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કે વર્ષે દેશના જવાનો સાથે રહીને દીપાવલી પર્વની ઉજવણી કરતા હોય છે. સરહદી વિસ્તારના સાંસદ તરીકે ઘર છોડીને દેશની સુરક્ષા કરી રહેલા દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી છે. જેથી જવાનોને પણ અનુભૂતિ થાય કે, અમે લોકો પણ તેમના પરિવારના સભ્યો જ છીએ. દર વર્ષની જેમ આ વખતે પણ મીઠાઈ વિતરણ કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી છે.
આ પણ વાંચો:
- કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન
- જૂનાગઢ: દિવાળીમાં આસોપાલવ નહીં આંબાના પાનમાંથી બનેલા તોરણ બાંધવાની પરંપરા, શું છે આ પાછળનું કારણ?