સુરત: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા આપત્તિજનક ભાષણનો રાજ્યભરમાં રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. છેલ્લા ૧૧ દિવસથી ચાલતા વિરોધમાં ઓલપાડ અને માંડવી ખાતે રાજપૂત સમાજના સંગઠનના આગેવાનો અને વડીલોએ ભેગા થઈ ‘મોદી તુજસે બૈર નહીં, રૂપાલા તેરી ખેર નહીં'ના ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરલા અને લોકસભાની ટિકિટ રદ કરવા માંગ કરી છે
સુરતમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ, ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન - Purushottam Rupala statement - PURUSHOTTAM RUPALA STATEMENT
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાને બદલે વધુને વધુ ઉગ્ર થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી ઉદભવેલો વિરોધનો દાવાનળ હવે સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયો છે. ત્યારે સુરતમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.
Published : Apr 7, 2024, 7:44 PM IST
ઓલપાડ તાલુકા મામલતદાર કચેરી ખાતે સુરતના જય સોમનાથ રાજપૂત સેવા મંડળ ક્ષત્રિય સમાજ દ્વારા 'મોદી તુજસે બૈર નહિ રૂપાલા તેરી ખેર નહિ ' તેવા સૂત્રોચાર કરી મામલતદારને આવેદન પત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. જો આગામી દિવસોમાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહિ કરવામાં આવે તો સંકલન સમિતિ રણનીતિ નક્કી કરી અલગ અલગ કાર્યક્રમો આપશે તેવી પણ ચિમ્મકી ઉચ્ચારવામાં આવી હતી
ક્ષત્રિય આગેવાન કિરીટ ભાઈએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કરેલ નિવેદનને લઇને અમારા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર હાલ શાંતિપૂર્ણ માહોલમાં પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો આગામી દિવસોમાં ટિકિટ રદ ભાજપ નહિ કરે તો સંકલન સમિતિની રણનીતિ કરી આગળની કામગીરી હાથ ધરીશું.