ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : ધારાસભ્ય ફતેસિંહે જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાવી, રઘુવંશી અને લોહાણા સમાજમાં રોષ - Virpur Jalaram Bapa Temple

કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા અંગે ખોટી ટિપ્પણી કરતા રઘુવંશી સમાજની લાગણી દુભાણી છે. આ મામલે કચ્છ લોહાણા સમાજ અને રઘુવંશી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ઉપરાંત ધારાસભ્ય વીરપુર ખાતે જલારામ બાપાના દર્શન કરે તેવી માંગ કરી છે.

રઘુવંશી અને લોહાણા સમાજમાં રોષ
રઘુવંશી અને લોહાણા સમાજમાં રોષ

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 5:44 PM IST

ધારાસભ્ય ફતેસિંહે જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાવી

કચ્છ :કલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે રધુવંશી સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી સમગ્ર વિશ્વભરમાં વસતા રઘુવંશી અને જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાણી છે. જે સંદર્ભે કચ્છ લોહાણા સમાજના અગ્રણીઓ અને રઘુવંશી ભાઈઓ-બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જલારામ બાપા અંગે ટિપ્પણીનો વિવાદ : ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કરેલી જલારામ બાપા અંગેની ટિપ્પણી મામલે લોહાણા સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે આગેવાનોએ કહ્યું કે, સમગ્ર ગુજરાત અને ભારતભરમાં રઘુવંશી લોહાણા મહાજન પહેલાથી જ સનાતની વિચારધારા સાથે જોડાયેલ છે, એ બાબત નિર્વિવાદિત છે. આવા સમયે સંત શિરોમણી જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરવી યોગ્ય નથી. ત્યારે કલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજના દરેક વ્યક્તિની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે.

રઘુવંશી સમાજમાં રોષ :અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશ સચદેએ જણાવ્યું હતું કે, રઘુવંશીઓનું આસ્થાસ્થાન વિરપુર જલારામ બાપાનું મંદિર એક એવી સંસ્થા છે જ્યાં એક પણ પૈસાનું દાન સ્વીકારવામાં આવતું નથી. તેમ છતાં ત્યાં કાયમી ભંડારો ચાલુ છે, જે અંગે સમગ્ર વિશ્વના ભક્તો ગૌરવ લે છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાં પણ વીરપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી અને જલારામ મંદિર વીરપુર તરફથી રામચંદ્રજીને આજીવન ત્રણ ટાઇમ ભોગ ચઢાવવામાં આવશે. આ પણ સમગ્ર રધુવંશી સમાજ માટે ગૌરવની વાત છે.

રઘુવંશી અને લોહાણા સમાજની માંગ :ભુજ લોહાણા સમાજના પ્રમુખ મુકેશ ચંદે જણાવ્યું હતું કે, ધારાસભ્યએ જાણે કે અજાણે જલારામ બાપા અંગે કોઈ ટિપ્પણી કરી છે. તે અંગે લોહાણા સમાજ નમ્રતાપૂર્વક વિનંતી કરે છે કે તે ધારાસભ્ય દ્વારા શ્રી જલારામબાપાના મંદિર વીરપુર ખાતે જલારામ બાપાના દર્શન કરી અને ત્યાં પ્રસાદ લઈ તેમના દ્વારા જાણે અજાણે જે કંઈ વાણી વિલાપ થયો તે અંગે સંત શિરોમણીના ચરણોમાં વંદન કરી આવે તેવી સૌ રઘુવંશીઓની લાગણી છે. જેથી સનાતન ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે અને કોઈના પણ મનમાં દુખ ન રહે. લોહાણા સમાજનો આશય કોઈને નીચું દેખાડવાનો નથી.

  1. Gir Somnath News : જલારામ બાપા પર ટિપ્પણી વિરુદ્ધ રઘુવંશી લોહાણા સમાજમાં રોષ, ધારાસભ્ય માફી માંગે તેવી માંગ
  2. જલારામ બાપાની જન્મ જયંતિને લઈને વીરપુરમાં ફરી દિવાળી જેવો માહોલ

ABOUT THE AUTHOR

...view details