મહીસાગર : જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવકને પગલે 1,77,385 ક્યુસેક પાણી છોડાયું છે. કડાણા ડેમમાં હાલ 1,00,999 પાણીની આવક નોંધાઈ રહી છે. રાત્રિના સમયે કડાણા ડેમમાંથી પાણી છોડાતા લાઇટિંગ સાથે આલ્હાદક દ્રશ્યો સર્જાયા છે. ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે.
કડાણા ડેમ "ત્રિરંગાના રંગે રંગાયો" ડેમના 15 ગેટ ખોલાયા (ETV Bharat Gujarat) કડાણા ડેમમાંથી પાણી છોડાયું :કડાણા ડેમના 15 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ 95 ટકા ભરાતા ભારે પાણીની આવકને પગલે પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ વધુ પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. મહીસાગર વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામના લોકોને સતર્ક રહેવા કરી અપીલ કરી છે. મહીસાગર નદી ગાંડીતૂર બની છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા 106 ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે.
મહીસાગર નદી ગાંડીતૂર બની : કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહેલ છે. તેમજ હાલમાં અનાસ નદીમાંથી 1,32,431 ક્યુસેક અને પાદેડી ગેજીંગ સાઈટે 8,649 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહેલ છે. વધુમાં મહી બજાજ સાગર 280.30 મીટરના લેવલ સુધી ભરાયેલ છે અને સાંજે 4:00 કલાકે ડેમના ચાર ગેટ ખોલી 25,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે.
કડાણા ડેમની સ્થિતિ :આથી, કડાણા ડેમની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લઈ તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે કડાણા જળાશયમાંથી અંદાજે 1,50,000 ક્યુસેકથી ક્રમશ: વધારીને 2,00,000 ક્યુસેક ડેમના ગેટથી 20,400 ક્યુસેક-પાવરહાઉસ મારફતે પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમનું હાલનું લેવલ 417 ફૂટ 2 ઇંચ છે, કડાણા ડેમમાં હાલમાં પાણીની આવક 1,15,918 ક્યુસેક છે.
નીચાણવાળા વિસ્તારોને સૂચન : મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી અધધ પાણીની આવકને લઈ કડાણા ડેમના 11 ગેટ 8 ફૂટ અને સ્લીપવેલના 4 ગેટ 4 ફૂટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. વહિવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદી કાંઠાના ડુબક પુલો પર મહીસાગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
- મહીસાગરમાં ભારે વરસાદ: કડાણા-ભાદર ડેમ ભરાયા, પાનમ નદી બે કાંઠે વહેતી થઈ
- મહીસાગર ગ્રાઈન્ડ રિપોર્ટ, વરસાદ બાદ વહીવટી તંત્રએ સર્વેલેન્સ કામગીરી હાથ ધરી