ગુજરાત

gujarat

ETV Bharat / state

એક સાથે 2000 આહીરાણીઓએ રાસ લીધો : જૂનાગઢના દાત્રાણામાં આહીરાણી મહારાસનું આયોજન - Ahirani Maharas

દ્વારકામાં મહારાસનું આયોજન થયું હતું, તે જ પ્રમાણે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણામાં પણ આહીરાણી મહારાસનું આયોજન થયું છે. જે નવરાત્રી પૂર્વે આહીર સમાજની સંસ્કૃતિ અને ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા સાથે પણ જોડાયેલું છે.

આહીરાણી મહારાસ
આહીરાણી મહારાસ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2024, 11:03 AM IST

જૂનાગઢ :થોડા સમય પૂર્વે સમગ્ર ગુજરાતના આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દ્વારકાની ભૂમિમાં આહીરાણી મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં આહીરાણીઓએ સ્વયંભૂ ભગવાન શ્રીકૃષ્ણના સમયની દ્વારકાનું દ્રશ્ય સર્જી દીધું હતું. તેવી જ રીતે દાત્રાણામાં પણ આહિર સમાજ દ્વારા આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાત્રાણામાં આહીરાણી મહારાસ :દાત્રાણામાં આયોજિત મહારાસમાં આહીર સમાજની 2000 કરતાં વધારે મહિલાઓ, યુવતીઓ અને કુમારીકાઓ ફરી એક વખત ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત એવા આહીરાણી મહારાસમાં જોડાયા હતા. આમ નવરાત્રી પૂર્વે નોરતાનો એક અલગ માહોલ ઉભો કરી દીધો હતો. આ પ્રસંગને નજરે જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો પણ પહોંચ્યા હતા.

એક સાથે 2000 આહીરાણીઓએ રાસ લીધો (ETV Bharat Gujarat)

2000 આહીરાણીઓ જોડાઈ :દ્વારકાની માફક દાત્રાણામાં પણ આહીરાણી મહારાસનું આયોજન આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. મહારાસમાં 2000 કરતાં વધુ આહીરાણીઓએ ભાગ લઈને આહીર સમાજની સાથે આહિર સંસ્કૃતિને ઉજાગર કર્યો હતો. આ મહારાસ કરીને નવરાત્રી પૂર્વે નોરતાનો એક અનોખો માહોલ ઉભો કર્યો હતો. દાત્રાણાની આસપાસના ગામોના લોકો પણ મહારાસ જોવા માટે જોડાયા હતા.

દાત્રાણામાં આહીરાણી મહારાસ (ETV Bharat Gujarat)

આહીર સમાજની લોકસંસ્કૃતિ :દ્વારકામાં જે રીતે આહીરાણી મહારાસનું આયોજન કરાયું હતું, તે હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની ભૂમિ પર આગળ વધતું જોવા મળે છે. આહીર સમાજ સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિ અને કલા વારસાને લઈને પણ આટલો જ પ્રખ્યાત છે. આહીર સમાજ દ્વારા કરવામાં આવતા મહારાસને ભગવાન શ્રી કૃષ્ણના સમય સાથે પણ જોડીને જોવામાં આવે છે.

  1. જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉપલેટાના માલદે આહીરની વાણીએ કૃષ્ણ લીલા
  2. કચ્છી મહિલાએ આવડતને બનાવી આજીવિકા, 120 મહિલા બની આત્મનિર્ભર

ABOUT THE AUTHOR

...view details