જૂનાગઢઃ કેશોદ તાલુકાના ટીટોડી ગામની યુવતીની નક્કી થયા બાદ લગ્ન ન થતા તેણીએ ઝેર પીને મોતને વ્હાલું કર્યુ છે. આ યુવતીના લગ્ન નક્કી થયા બાદ સામેવાળા પક્ષે લગ્ન તેમજ લેતી દેતીમાં નક્કી થયેલ સોનાના દાગીના આપવાની આનાકાની કરતા હતા. આ ઘટનાથી યુવતી માનસિક રીતે પડી ભાંગી અને નબળી ક્ષણે તેણીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.
નક્કી થયા બાદ લગ્ન ન થતાં યુવતીએ મોત વ્હાલું કર્યુ, કેશોદના ટીટોડી ગામની ઘટના - Junagadh Crime News - JUNAGADH CRIME NEWS
કેશોદ તાલુકાના ટીટોડી ગામની યુવતીએ નક્કી થયા બાદ લગ્ન રદ થતા આત્મહત્યા કરી લીધી છે. આ યુવતીએ ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યુ છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Junagadh Crime News
![નક્કી થયા બાદ લગ્ન ન થતાં યુવતીએ મોત વ્હાલું કર્યુ, કેશોદના ટીટોડી ગામની ઘટના - Junagadh Crime News નક્કી થયા બાદ લગ્ન ન થતાં યુવતીએ મોત વ્હાલું કર્યુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-04-2024/1200-675-21201787-thumbnail-16x9-b-aspera.jpg)
Published : Apr 11, 2024, 8:25 PM IST
પરિવાર માથે આભ તૂટી પડ્યુંઃ ટીટોડી ગામની યુવતીએ નક્કી કરેલ પરિવારમાં લગ્ન ન થતા આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી યુવતીના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યારે સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે. યુવતીએ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણીએ નક્કી કરેલ પરિવારમાં લગ્ન અને નક્કી કર્યા મુજબનું સોનુ આપવામાં આનાકાનીનો ઉલ્લેખ કર્યો હતો. યુવતીના પિતા દ્વારા કેશોદ પોલીસ મથકમાં સામા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ કાર્યવાહીઃઆ યુવતીના લગ્ન નક્કી થયા બાદ સામેવાળા પક્ષે લગ્ન તેમજ લેતી દેતીમાં નક્કી થયેલ સોનાના દાગીના આપવાની આનાકાની કરતા હતા. આ ઘટનાથી યુવતી માનસિક રીતે પડી ભાંગી અને નબળી ક્ષણે તેણીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. યુવતીના પિતાની ફરિયાદને આધારે કેશોદ પોલીસે સામા પક્ષ વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. કેશોદના ડીવાયએસપી બી. સી. ઠક્કરે જણાવ્યું છે કે, યુવતીના પિતાએ સામા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ શરુ કરી છે. આગામી દિવસોમાં યુવતીની સગાઈ નક્કી કરવામાં આવેલ યુવક કે તેના પરિવારમાંથી કોઈ વ્યક્તિને પુછપરછ માટે પોલીસ અટકાયત કરી શકે છે.