ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahashivratri: ભવનાથના મેળામાં શ્રદ્ધાળુઓને મળી રહેશે યોગ્ય મોબાઈલ કનેક્ટિવિટી - Junagadh Mu Corpo

મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને મોબાઈલ નેટવર્કની પરેશાનીનો દર વર્ષે સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિવારણ માટે જૂનાગઢ મનપા એ કમર કસી છે. ભાવિકોને મોબાઈલ કનેક્ટિવિટી સંદર્ભે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અસ્થાયી રૂપે મોબાઈલ ટાવર ઉભા કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Junagadh Bhavnath Mahashivratri Fair

ભવનાથના મેળામાં શ્રદ્ધાળુઓને મળી રહેશે યોગ્ય મોબાઈલ કનેક્ટિવિટી
ભવનાથના મેળામાં શ્રદ્ધાળુઓને મળી રહેશે યોગ્ય મોબાઈલ કનેક્ટિવિટી

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 6:25 PM IST

મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યાના નિવારણ માટે જૂનાગઢ મનપા એ કમર કસી છે.

જૂનાગઢઃ આગામી 5થી 8મી માર્ચ દરમિયાન ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે. દર વર્ષે આ મેળામાં દેશ અને દુનિયાના 10થી 15 લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે. મહાશિવરાત્રીના દિવસે 2થી 5 લાખ ભાવિકો ભવનાથ તળેટીમાં હાજર રહેતા હોય છે. આ ભાવિકોને મોબાઇલ નેટવર્ક જામ થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાના નિવારણ માટે જૂનાગઢ મનપા એ કમર કસી છે.

અસ્થાઈ મોબાઈલ ટાવર માટે વાટાઘાટોઃ મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને મોબાઇલ નેટવર્ક જામ થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાના નિવારણ માટે જૂનાગઢ મનપા અસ્થાઈ મોબાઈલ ટાવરની વ્યવસ્થા માટે પ્રયત્નશીલ છે. મોબાઈલ કંપનીઓ સાથે વાટાઘાટો પણ થઈ રહી છે. ભવનાથ વિસ્તાર અભયારણ્ય હોવાને કારણે અહીં મોબાઈલ ટાવરોની સંખ્યા મર્યાદિત હોય છે. જેને કારણે સામાન્ય દિવસોમાં પણ નેટવર્કની સમસ્યા થોડા ઘણા અંશે મોબાઈલ યૂઝર્સને પડતી હોય છે.

મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છેઃ સામાન્ય દિવસો ઉપરાંત મેળાના દિવસોમાં ખાસ કરીને લાખો મોબાઈલ યૂઝર્સની સરખામણીમાં મોબાઈલ ટાવરોની ક્ષમતા બિલકુલ વામણી પુરવાર થતી હોય છે. જેને કારણે નેટવર્ક જામ થઈ જાય છે. આ સમયે ફોન કોલ પણ થઈ શકતો નથી ત્યારે ભાવિકોની નેટવર્કની સમસ્યા દૂર થાય અને શિવરાત્રીના દિવસે લોકો સામાન્ય ફોન કોલ કરી શકે તે પ્રકારનું નેટવર્ક ઉપલબ્ધ બને તે માટેની દિશામાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થયું છે. જેને કારણે આ વખતે મહાશિવરાત્રી મેળામાં મોબાઈલ નેટવર્કની સમસ્યા માંથી ભાવિકોને છુટકારો મળે તેવી આશાઓ ઉજળી બની છે.

મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને મોબાઇલ નેટવર્ક જામ થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાના નિવારણ માટે જૂનાગઢ મનપા અસ્થાઈ મોબાઈલ ટાવરની વ્યવસ્થા માટે પ્રયત્નશીલ છે. મોબાઈલ કંપનીઓ સાથે વાટાઘાટો પણ થઈ રહી છે...ગીરીશ કોટેચા(ડેપ્યૂટી મેયર, જૂનાગઢ)

  1. Maha Shivratri 2023 : શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ દુકાનો બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ
  2. Maha Shivratri 2023: ઈતિહાસમાં 5 વખત બંધ રહ્યો મહાશિવરાત્રિનો મેળો, જાણો શા માટે

ABOUT THE AUTHOR

...view details