જામનગર: જામનગરના જામ સાહેબ દ્વારા ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમણે આ ઘડીને દુઃખની ઘડી કહેતા તેમણે રતન ટાટાને એક દિવ્ય શક્તિ તરીકે પણ ઉલ્લેખ્યા હતા. તો આવો જાણીએ તેમણે શું કહ્યું...
જામનગર: રતન ટાટાને જામ સાહેબ દ્વારા આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ - RATAN TATA AND JAM SAHIB
ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા જામ સાહેબ દ્વારા તેમને એક દિવ્ય શક્તિ તરીકે પણ ઓળખાવ્યા હતા. - Ratan Tata and Jam Sahib
Published : Oct 11, 2024, 4:01 PM IST
રતન ટાટાની વિદાય એ માત્ર તેમના પરિવારજનો અને પરિચિતો માટે જ નહીં પણ સમગ્ર રાષ્ટ્ર માટે કપરા દુઃખની ઘડી છે.તેમની વિદાય રાષ્ટ્ર માટે ન પૂરી શકાય તેવી ખોટ છે. તેઓ પ્રશંસનીય પ્રગતિને સિદ્ધ કરનારા વિરાટ વ્યક્તિત્વ અને મહાન ઉદ્યોગપતિ હતા. સત્તા વિના પણ સેવાના ભાવને સાર્થક કરવાની ઈચ્છા રાખનાર મારા જેવા વ્યક્તિઓ માટે તેઓ પ્રેરણાદાયી હતા. જીવનમાં મારા જેવા જેને અનુસરી શકે તેનું ખૂબ સારું અને સમર્થ ઉદાહરણ તેઓ હતા ; કે જે બાબત ખૂબ પ્રયાસ માંગી લે તેવી અને અકલ્પનીય હતી તેમ છતાં ઘણા લોકોને સેવાના માર્ગે દોરનારી હતી. રાષ્ટ્ર તે દિવ્ય શક્તિને હંમેશા યાદ કરે.
પરોપકારી પ્રવૃત્તિમય જીવનથી દિવ્ય નિવૃત્તિ તરફ સફર કરનારા તે અલૌકિક આત્માને ઈશ્વર શાંતિ આપે.
મહારાજા જામસાહેબ ઓફ નવાનગર