ગુજરાત

gujarat

મિલ્ક બાદ હવે સિલ્કમાં પણ અગ્રેસર બનશે બનાસકાંઠા, એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો પ્રારંભ - Ari silk production

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 10:56 PM IST

બનાસકાંઠા જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મિલ્ક બાદ હવે સિલ્કમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર બને એ માટે એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજના
એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજના (ETV Bharat Reporter)

બનાસકાંઠા : કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહના હસ્તે એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો. મંત્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સિલ્ક દ્વારા સમૃદ્ધિ :કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ દાંતીવાડાની સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ, કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન, પાલનપુર દ્વારા MOU કરવામાં આવ્યા હતા.

પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન (ETV Bharat Reporter)

વૈજ્ઞાનિકો અને ખેડૂતો દેશની પ્રગતિશીલતાના આધાર સ્તંભ : ગિરિરાજસિંહ

આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશના વૈજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતા દેશની પ્રગતિશીલતાના આધાર સ્તંભ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ-રાત મહેનત કરે છે. દેશનું કૃષિ બજેટ 21 હજાર કરોડ હતું, તે વધીને 1.5 લાખ કરોડ થયું છે. દેશની નિકાસ ઉત્પાદકતા 19 લાખ કરોડથી વધીને 76 લાખ કરોડ થઈ છે. દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે છ હજાર સહાય મળે છે. સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે. તેમનું સ્વપ્ન છે કે, દેશના ખેડૂતોની આવક બમણી થાય.

વૈજ્ઞાનિકો અને ખેડૂતો દેશની પ્રગતિશીલતાના આધાર સ્તંભ : ગિરિરાજસિંહ (ETV Bharat Reporter)

આવનારા સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે : ગિરિરાજસિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠામાં એરંડાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. એરંડાની ખેતી કરતા ખેડૂત એરી રેશમની ખેતી અપનાવશે, તો હેકટરદીઠ એક થી દોઢ લાખની વધારાની આવક પ્રાપ્ત કરી શકશે. કલ્યાણ ફાઉન્ડેશન અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવનારા સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે. દેશના પૂર્વોત્તર પટ્ટાથી પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી રેશમની ઉત્પાદકતા વધતા રેશ્મમય ભારતનું નિર્માણ થશે. 'આમ કે આમ, ગુટલી કે ભી દામ' કહેવત દ્વારા મંત્રીએ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમ ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

આત્મનિર્ભર બનવા ખેડૂતોને અપીલ (ETV Bharat Reporter)

આત્મનિર્ભર બનવા ખેડૂતોને અપીલ :આ પ્રસંગે રાજ્ય કક્ષાના કાપડ મંત્રી પબિત્રા માર્ગેરિટાએ ગુજરાતી ભાષામાં ખેડૂતોને સંબોધન કરતાં ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને હસ્તકલાની પ્રશંસા કરી હતી. તેમણે એરંડાની ખેતી કરતા પાંચ ટકા ખેડૂતો પણ પ્રાયોગિક ધોરણે એરી સેરી કલ્ચર અપનાવી આત્મનિર્ભર બને એવી અપીલ કરી હતી. તેમણે એરી રેશમ જેટલું મજબૂત હોય છે, એવી રીતે પરંપરાગત અને નવીનતાના સંગમથી દેશની આર્થિક સધ્ધરતા મજબૂત બનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

  1. બનાસકાંઠામાં શિક્ષકની નોકરી, પણ રહેવાનું કેનેડામાં : એક પછી એક નવા ખુલાસા
  2. એક સમયે હીરા ઉધોગ માટે ધમધમતું પાલનપુર, આજે આ જ ઉધોગમાં પડી ભાંગ્યું

ABOUT THE AUTHOR

...view details