અમદાવાદઃ જર્મની રહેતા ભારતીય દંપતિની બાળકીને એક્સટર્નલ પેરિનિયલ ઈન્જરી થયા બાદ જર્મની ચાઈલ્ડ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. આ બાળકી અરીહાને પરત મેળવવા માટે તેણીના માતા પિતા છેલ્લા અઢી વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. દર દર ભટક્યા છે. ઠેર ઠેર માંગણીઓ કરી છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલયમાં પણ અનેક રજૂઆતો કરી છે. જો કે કોઈ પરિણામ ન મળતા હવે અરીહાની માતાએ વડા પ્રધાન મોદી પાસે મદદ માંગતો વીડિયો જાહેર કર્યો છે.
ઈટીવી ભારત સાથે માતાની ખાસ વાતચીતઃ અરીહાની માતાની વડા પ્રધાન મોદી પાસે અરીહા ભારત પરત આવે તેવી માંગણી કરી છે. અરીહાની માતા ધારા શાહ જે આજે પોતાની દીકરીને મળવા જર્મની જઈ રહી છે તેની સાથે ઈટીવી ભારતે ખાસ ટેલીફોનિક વાતચીત કરી છે. અહીં અક્ષરશઃ પ્રસ્તુત છે ઈટીવી ભારતને અરીહાની માતાએ રજૂ કરેલ લાગણીઓ.
ઈટીવી ભારતઃ અરીહાની આ સમસ્યા કઈ રીતે સર્જાઈ?
ધારા શાહઃ મારી દીકરી 7 મહિનાની હતી ત્યારે તેણીને એક્સ્ટરનલ પેરિનિયલ ઈન્જરી થઈ હતી. ત્યારે ડૉક્ટરે નથિંગ ટુ વરી કહીને ટ્રીટમેન્ટ કરી હતી. દિવસ બાદ અમે ફોલોઅપ ચેકઅપ માટે ગયા હતા. આ વખતે ત્યાં ચાઈલ્ડ કસ્ટડીવાળા હાજર હતા. તેમણે અરીહાને ચાઈલ્ડ કસ્ટડીવાળાને સોંપી દીધી. અમારા પર ચાઈલ્ડ એબ્યૂસિંગનો ખોટો આરોપ પણ લગાડ્યો. હોસ્પિટલમાં અમે વોલિયન્ટ્રી ડીએનએ આપીને આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાંથી ચાઈલ્ડ એબ્યૂસિંગ ન થયું હોય તેવો રિપોર્ટ આવ્યો હતો. ત્યાંના પબ્લિક પ્રોસિક્યુટરે આ કેસ બંધ કરવાની માંગણી કરી હતી. તેથી કેસ બંધ થઈ ગયો હતો. જો કે ચાઈલ્ડ સર્વિસીઝે અમારા પેરેન્ટિંગ રાઈટ્સ ટર્મિનેટ કરવાનો કેસ ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ માતા તરીકે મારુ સાયકોલોજિકલ એસેસમેન્ટ કરવાનું કોર્ટે કહ્યું. કોર્ટ અપોઈન્ટેડ એક સાયકોલોજિસ્ટે મારી સાથે 11 કલાક પુછપરછ કરીને ડિસેમ્બર 2022માં રિપોર્ટ જમા કરાવ્યો. આ રિપોર્ટમાં ઈન્ડિયન અને વેસ્ટર્ન કલ્ચરના અનેક ડિફરન્સીસ રજૂ કરવામાં આવ્યા હતા. તેથી આ સમગ્ર સમસ્યા સર્જાઈ હતી.
ઈટીવી ભારતઃ આપ કેટલા વર્ષથી આ સમસ્યા સામે લડી રહ્યા છો?
ધારા શાહઃ અમે છેલ્લા 2.5 વર્ષથી આ સમસ્યા સામે લડી રહ્યા છીએ.
ઈટીવી ભારતઃ આ 2.5 વર્ષમાં આપે કેવો સંઘર્ષ કરવો પડ્યો ?
ધારા શાહઃ અમે છેલ્લા 2.5 વર્ષથી આ સંઘર્ષ કરી રહ્યા છીએ. ભગવાન કોઈ દુશ્મનને પણ આ દિવસો ન દેખાડે. બાળક શાળાએથી 10 મિનિટ પણ મોડું ઘરે આવે તો માતાની હાલત કેવી થાય છે? જ્યારે અરીહાના કેસમાં તે કોની પાસે છે? કોણ તેનું ધ્યાન રાખી રહ્યું છે? તે કોઈ જાણકારી અમારી પાસે નથી. અમને કોઈ વીડિયો કોલ કે વોઈસ કોલ કરવા દેવામાં આવતો નથી. કોર્ટનો ઓર્ડર છે કે 15 દિવસમાં 1 વાર બાળક સાથે મુલાકાત કરાવવી, પરંતુ ચાઈલ્ડ સર્વીસીઝે પોતાની મરજીથી આ ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. ક્રિસમસ વેકેશન વખતે ક્રિસમસમાં ન મળી શકાય તેવું કહીને મળવા દીધા નહતા.
ઈટીવી ભારતઃ અરીહાને તમે છેલ્લે ક્યાં અને ક્યારે જોઈ હતી?
ધારા શાહઃ મેં અરીહાને ગત મંગળવારના રોજ જોઈ હતી. તેણીને વિઝિટર્સ માટે થર્ડ પ્લેસ પર લાવવામાં આવે છે. તેણીને ક્યાં રખાય છે તેની માહિતી અપાતી નથી? મારાથી અરીહાની હાલત જોવાતી નહતી, કારણ કે જર્મનીમાં બરફ પડે છે. આપણે ઠંડી હોય ત્યારે બાળકને બે ત્રણ કપડા પહેરાવીએ છીએ. તે લોકોએ અરીહાને સાઈઝ સિવાયના કપડા અને જૂતા પહેરાવ્યા હતા. તેણીના વાળ પણ ઓળેલા નહતા.
ઈટીવી ભારતઃ જર્મની અને યુરોપમાં હ્યુમન રાઈટ્સ બહુ પ્રચલિત છે, અરીહાના કેસમાં શું ખોટું થઈ રહ્યું છે ?
ધારા શાહઃ આ કેસમાં અરીહાના હ્યુમન રાઈટ્સ અને ચાઈલ્ડ રાઈટ્સનું સંરક્ષણ થતું નથી. અરીહાને મંદિર લઈ જવાતી નથી તેની પાસેથી તેનો ધર્મ, ભારતીય સંસ્કૃતિ બધુ જ છીનવવામાં આવી રહ્યું છે.
ઈટીવી ભારતઃ તમારી આ લડતમાં તમને કોણે કોણે સાથ આપ્યો?
ધારા શાહઃ અમે શરુઆતમાં અનેક મંત્રી, સાંસદોને મળ્યા અને મદદ માંગી. ભારત સરકારે અમારી મદદ કરી. સરકારે કહ્યું કે, અરીહા માટે અમે જૈન ગુજરાતી પરિવાર શોધી લીધો છે. જેનાથી બાળકીના હ્યુમન રાઈટ્સ અને ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્ટ થઈ શકે. અરીહાએ કોઈ ક્રાઈમ નથી કર્યો કે જર્મની તેણીને છોડી નથી રહ્યું. જર્મની અમને બાળકી નથી આપતું પણ ભારત સરકારને તો સોંપે. જર્મની ભારત સરકારને પણ અરીહો સોંપવાની ના પાડે છે. અઢી વર્ષથી વિદેશ મંત્રાલય પ્રયત્નો કરી રહ્યું છે. જો કે તેનું પરિણામ શૂન્ય આવ્યું છે. હવે અમને માત્ર વડા પ્રધાન મોદીજી પાસેથી આશા છે. તેમણે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જો વડા પ્રધાન મોદી ઈચ્છે તો અરીહા બહુ ઝડપથી ભારત પરત આવી શકે છે.
ઈટીવી ભારતઃ આપને જર્મન ઓથોરિટી પાસેથી શું અપેક્ષા છે?
ધારા શાહઃ જર્મન ઓથોરિટીએ અમને ફેર ટ્રાયલ આપી નથી. તે અમારી વાત સાંભળશે કે કેમ તે અમને વિશ્વાસ નથી. અમને તો છોડો પણ ભારત સરકારને પણ જર્મન ઓથોરિટી રિસ્પેક્ટ નથી આપતું. જર્મન ઓથોરિટીને મારી વિનંતી છે કે તમે ભારત સરકારની વાત માનો. અરીહાને ભારત સરકારને સોંપી દો. જર્મન ઓથોરિટી અરીહાનું કલ્ચર ઈરેઝ કરી રહી છે.
ઈટીવી ભારતઃ આજે તમે જર્મની કેટલા વાગે જઈ રહ્યા છો ?