હૈદરાબાદ: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી 1 ફેબ્રુઆરી, 2025થી તેની કાર અને એસયુવીની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીની કારની કિંમતમાં વધારો મોડલના આધારે કરવામાં આવશે અને તેની કિંમત 1,500 રૂપિયાથી 32,500 રૂપિયા સુધીની હોઈ શકે છે.
માહિતી અનુસાર, જૂની Maruti Ciaz અને Maruti Jimny કિંમતમાં સૌથી ઓછો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે Maruti Celerio અને Invicto જેવા મોડલની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અહીં અમે તમને તમામ મોડલની યાદી બતાવી રહ્યા છીએ:
મોડલ | કિંમતમાં વધારો |
Maruti Alto K10 | 19,500 રૂપિયા સુધીનો વધારો |
Maruti S-Presso | 5,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Celerio | 32,500 રૂપિયા સુધીનો વધારો |
Maruti Wagon R | 15,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Swift | 5,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Dzire | 10,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Brezza | 20,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Ertiga | 15,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Eeco | 12,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Ignis | 6,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Baleno | 9,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Ciaz | 1,500 રૂપિયા સુધીનો વધારો |
Maruti XL6 | 10,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Fronx | 5,500 રૂપિયા સુધીનો વધારો |
Maruti Invicto | 30,000 રૂપિયા સુધીનો વધારો |
Maruti Jimny | 1,500 રૂપિયા સુધીનો વધારો |
Maruti Grand Vitara | 25,000 રૂપિયા સુધીનો વધારો |
તમને જણાવી દઈએ કે ચોથી જનરેશનની મારુતિ ડિઝાયરને કંપનીએ પ્રારંભિક કિંમતે લૉન્ચ કરી હતી અને આ ભાવ વધારા સાથે તેની પ્રારંભિક કિંમત સમાપ્ત થઈ ગઈ છે. ગયા વર્ષના અંતમાં લોન્ચ કરાયેલી આ સબકોમ્પેક્ટ સેડાનની કિંમતોમાં નવા વર્ષ સાથે 10,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
બીજી તરફ, મારુતિ બ્રેઝા, ફ્રૉન્ક્સ, સ્વિફ્ટ અને અર્ટિગા જેવા અન્ય લોકપ્રિય મોડલની કિંમતોમાં 20,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત, મારુતિ સેલેરિયોની કિંમત સૌથી વધુ વધશે, અને વેરિઅન્ટના આધારે 32,500 રૂપિયા સુધી જશે. જ્યારે મારુતિ સુઝુકી ઇન્વિક્ટોની કિંમતમાં 30,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: