ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પોલીસનું ગૌરવ, રાજ્યના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ સન્માન - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. આથી જ આજે સંપૂર્ણ દેશ આઝાદીનો પર્વ ઉજવી રહ્યો છે. આજ રોજ ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ફરકવવામાં આવશે અને રાષ્ટ્રગીતના ગાનથી દેશ ગુંજી ઉઠશે. આ સાથે જ આજ રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના 21 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે. જાણો સંપૂર્ણ વિગત. Independence Day 2024

વિશેષ પ્રશંસનીય સેવા માટે પોલીસ કર્મીઓને મેડલ આપવામાં આવશે
વિશેષ પ્રશંસનીય સેવા માટે પોલીસ કર્મીઓને મેડલ આપવામાં આવશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 6:59 AM IST

Updated : Aug 15, 2024, 8:34 AM IST

ગાંધીનગર:15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિતે આજ રોજ રાજયના બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. જયારે અન્ય 19 પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે. આજે ગુજરાતના 21 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે. રાજયના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે. પોલીસ કર્મીની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવશે. ત્યારે 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે.

ગુજરાતના 21 પોલીસ કર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે સન્માનિત કરાશે (Etv Bharat Gujarat)

વિશેષ પ્રશંસનીય સેવા માટે આ તમામ પોલીસ કર્મીઓને મેડલ આપવામાં આવશે. કોણ કોણ આ યાદીમાં શામેલ છે જાણો.

  • બળવંતસિંહ હેમતુજી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
  • ભરતકુમાર મનુભાઈ બોરાણા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ, ગુજરાત
  • રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત
  • સજનસિંહ વજાભાઈ પરમાર, પોલીસ અધિક્ષક, ગુજરાત
  • બિપીન ચંદુલાલ ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
  • દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
  • નિરવસિંહ પવનસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશનર, ગુજરાત
  • વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • કૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
  • રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
  • કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર,
  • જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
  • કરણસિંહ ધનબહાદુર સિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • હરસુખલાલ ખીમાભાઈ રાઠોડ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • બશીર ઈસ્માઈલ મુદ્રાક, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
  • મહિપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
  • ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
    ગુજરાતના 21 પોલીસ કર્મીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે સન્માનિત કરાશે (Etv Bharat Gujarat)
  1. 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે જૂનાગઢમાં યોજાઈ તિરંગા યાત્રા - Tiranga Yatra held in Junagadh
  2. 14 ઓગસ્ટે તિરંગા યાત્રા, 15 ઓગસ્ટે સ્વતંત્રતાની ઉજવણી, રેલવે સ્ટેશન ઉજવી રહ્યા છે સ્વાતંત્ર્ય પર્વ - Western Railway Tiranga Yatra
Last Updated : Aug 15, 2024, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details