ગીર સોમનાથ :ગીર સોમનાથ જિલ્લા કલેકટરની કાર્યવાહી દરમિયાન ગીર ગઢડા તાલુકાના વડવીયાળા ગામમાંથી 51 લાખ કરતાં વધુની ગેરકાયદેસર ખનીજ ચોરીનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે. સમગ્ર મામલામાં કોડીનારના બે કોન્ટ્રાક્ટર પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યા છે. જેને પકડી પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
ઇકો સેન્સેટીવ ઝોનમાં ખનીજ માફિયાઓ બેફામ, ગીર ગઢડામાં લાખોની ખનીજ ચોરી ઝડપાઈ - Mineral theft Gir Somnath
ખનીજ સંપદાથી સંપન્ન ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી પણ મોટા પ્રમાણમાં થાય છે. ગીર ગઢડામાં વહીવટી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 51 લાખથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ છે. આ મામલે સંડોવાયેલા બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published : Mar 23, 2024, 9:48 AM IST
લાખોની ખનીજ ચોરી ઝડપાઈ :ગીર સોમનાથ જિલ્લાને ખનીજ સંપદા માટે સૌથી મહત્વનો માનવામાં આવે છે. આવા સમયે ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા અહીંથી 51 લાખ 96,441 રૂપિયાની બ્લેક ટ્રેપ સિઝ કરવામાં આવી છે. ચૂંટણીના સમયે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં ખનીજ ચોરી સતત ચાલતી હતી. જેને પગલે આજે જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
બે કોન્ટ્રાક્ટરની સંડોવણી :ઇકો સેન્સેટીવ ઝોનમાં જિલ્લા કલેકટર અને ઉના વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર વિસ્તારના વડલીયાળા ગામમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ 11,456 મેટ્રિક ટન બ્લેક ટ્રેપની સાથે પ્લાન્ટ અને કેટલીક મશીનરી મળીને વહીવટી તંત્રે આકરી કાર્યવાહી કરી છે. તંત્ર દ્વારા આજે 51 લાખ 96,441 રૂપિયાનો મુદ્દામાલ ઉના ડેપ્યુટી કલેકટરની હાજરીમાં સીઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલામાં કોડીનારના બે સ્થાનિક કોન્ટ્રાક્ટર સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને લઈને તંત્રએ ખનીજ ચોરીનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલામાં ફરાર કોન્ટ્રાક્ટરને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.