ETV Bharat / state

અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડીના ચાલકે 3 કાર, 5 ટુ-વ્હીલર અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ - AHMEDABAD BOPAL CAR ACCIDENT

બોપલમાં બેફામ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જતા રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

અકસ્માતની ઘટનાના CCTV
અકસ્માતની ઘટનાના CCTV (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 6:40 PM IST

અમદાવાદ: શહેરના બોપલ-આંબલી રોડ પર બેફામ ઓડી કાર ચાલકે આજે સવારે અનેક વાહનોને અડફેટે લઈને અકસ્માતની હારમાળા સર્જી હતી. અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને બહાર કાઢીને મેથીપાક પણ ચખાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી કાર ચાલકની ઝડલી લીધો હતો.

દારૂના નશામાં કાર હંકારી અકસ્માત સર્જ્યાનો આરોપ
ઘટના અંગે પોલીસ દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ, સવારે 9.30 વાગ્યે એમ. ટ્રાફિક પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોપલ-આંબલી રોડ પર 41 વર્ષના રિપલ પંચાલ નામના ઓડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કાર ચાલકે નશો કરેલી હાલતમાં પૂર ઝડપે બેદરકારી પૂર્વક અને ગફલતભરી રીતે કાર હંકારીને પોતાની તથા બીજાની જિંદગી જોખમમાં મૂકી હતી. ચાલકે 3 કાર અને 5થી 6 ટુ-વ્હીલરને ટક્કર મારીનો અકસ્માત સર્જ્યો હતો. આરોપીને સ્થળ પરથી પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હવે કઈ દિશામાં તપાસ કરશે પોલીસ?
અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે, આરોપીના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. અગાઉ આરોપીએ અકસ્માત સર્જયો હતો, ઈ-મેમો મળ્યા હતા કે નહીં તે દિશામાં લઈને તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીનું લાઈસન્સ રદ કરવા અંગે પણ રિપોર્ટ કરશે તેમ હાલ પૂરતું જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટના મામલે નિયમિત કેસ ચલાવવા કોર્ટમાં રજૂઆત કરાઈ
  2. સુરતમાં માથાભારે શખ્સની હત્યા, પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.