ETV Bharat / health

ડાયાબિટીસના દર્દીઓ માટે બહું જ ફાયદાકારક છે આ નાના કાળા બીજ, જાણો વૈજ્ઞાનિકોનો અભિપ્રાય - HEALTH BENEFITS OF KALONJI

કલોંજીમાં એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-વાયરલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-પેરાસાઇટિક ગુણો હોય છે. જે ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બઉ જ ફાયદાકારક છે નાના કાળા બીજ
ડાયાબિટીસના દર્દીઓ માટે બઉ જ ફાયદાકારક છે નાના કાળા બીજ (PEXELS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2024, 7:46 PM IST

હૈદરાબાદ: કલોંજી અથવા કાળું જીરું દેખાવમાં ખૂબ જ નાનું હોઈ શકે છે, પરંતુ સ્વાસ્થ્ય લાભના મામલે તેનું સ્થાન ખૂબ જ ઊંચું છે. કલોંજીનો ઉપયોગ કેટલાક ખાદ્યપદાર્થમાં સ્વાદ ઉમેરવા માટે પણ કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો તેના અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે જાણતા નથી. વાસ્તવમાં, ઘણા પોષક તત્ત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર, કલોંજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ છે. તે આયર્ન, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબરનો ભંડાર છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, કલોંજીના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે, તેને નિયમિતપણે આહારમાં સામેલ કરવું જોઈએ. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. જાણો કલોંજીના સેવનથી શરીરને શું શું ફાયદા થાય છે.

હૃદય આરોગ્ય

કલોંજીમાં પોલી અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તે કોલસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હાર્ટ એટેકના જોખમને ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં ફાયદાકારક છે. તેથી તમે નિયમિતપણે તમારા આહારમાં કાળા જીરાનો સમાવેશ કરી શકો છો.

ડાયાબિટીસ

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે કલોંજી એક સારો ઉપાય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના માટે સવારે ખાલી પેટે 2 ગ્રામ કલોંજીનું સેવન કરો. તેમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ્સ પણ છે. જે ટાઇપ 2 ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે.

પાચન

પાચન સંબંધિત સમસ્યાઓ માટે કલોંજી શ્રેષ્ઠ ઉપાયોમાંથી પૈકી એક છે. તે ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું અને અલ્સર માટે ઉત્તમ ઉપાય છે. પાંચ મિલીલીટર કલોંજીના તેલમાં મધ મિલાવીને સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

મસા અને કબજિયાત

કલોંજી મસા અને કબજિયાત માટે ઉત્તમ ઉપચાર છે. આ માટે એક ગ્લાસ કાળી ચામાં 2.5 મિલીલીટરમાં કલોંજી તેલ ભેળવો અને સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલા પીવો.

ચયાપચય

ચયાપચયને સુધારવા માટે કલોંજીનું સેવન સારું છે. તે સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે. ચયાપચયને સુધારવા માટે થોડા ગરમ પાણીમાં કલોંજી પાઉડર અને મધ ભેળવીને સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.

પ્રતિકાર

કલોંજી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વિવિધ બિમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેના માટે અડધી ચમચી કલોંજી તેલ અને મધ મિક્સ કરીને ખાલી પેટ ખાઓ.

યાદ શક્તિ

કલોંજી મગજના સ્વાસ્થ્ય માટે સારા છે. તે યાદશક્તિ અને બુદ્ધિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. કલોંજીના નિયમિત સેવન પાર્કિન્સન રોગ અને ઉન્માદ સામે લડવા માટે સારુ છે. તે સ્ટ્રોકને રોકવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે 1 ચમચી કાળા જીરાનું તેલ ફુદીના અને ઉકાળેલા પાણીમાં મિક્સ કરીને પી શકો છો.

સોર્સ- https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC8225153/#:~:text=The%20pleiotropic%20pharmacological%20effects%20of,divers%20health%20benefits%2C%20with%20protection

(ડિસ્ક્લેમર: અહીં તમને આપવામાં આવેલી તમામ આરોગ્ય સંબંધિત માહિતી અને સલાહ ફક્ત તમારી માહિતી માટે છે. અમે આ માહિતી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ, તબીબી અને આરોગ્ય વ્યવસાયિક સલાહના આધારે આપી રહ્યા છીએ. ત્યારે વધુ સારુ થશે કે તમે તમારા અંગત ડોક્ટરની સલાહ લો.)

આ પણ વાંચો:

  1. ડાયાબિટીઝના દર્દીઓએ ભૂલથી પણ કેળા, કેરી અને દ્રાક્ષ ન ખાવા જોઈએ, જાણો શા માટે...
  2. તમારી ઉંમર પ્રમાણે દિવસમાં કેટલી મિનિટ ચાલવું જોઈએ? સ્વસ્થ રહેવા નિષ્ણાતોની સલાહ ખાસ વાંચજો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.