ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

ETV Bharat / state

હિંમતનગર અકસ્માતઃ 7 યુવકોના મોત બાદ NHAI, RTO, FSL સહિતના અધિકારીઓની ઘટના સ્થળે તપાસ, Accident નું કારણ જાણવા તજવીજ - HIMMATNAGAR ACCIDENT UPDATE

અમદાવાદના યુવાનોનો હિંમતનગર ખાતે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 7 યુવાનોના મોત થયા હતા. આ મામલાને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આખરે આ અકસ્માત કયા કારણે થયો તેનો સચોટ અંદાજ લગાવવાની તજવીજ શરૂ થઈ છે. - AHMEDABAD YOUTH'S HIMMATNAGAR ACCIDENT UPDATE

હિંમતનગર અકસ્માતનું કારણ જાણવા તજવીજ
હિંમતનગર અકસ્માતનું કારણ જાણવા તજવીજ (Etv Bharat Gujarat)

સાબરકાંઠા:સાબરકાંઠાના હિંમતનગરના સહકારી જીન પાસે ગતરોજ સર્જાયેલા ગોઝારા અકસ્માતને પગલે સાત યુવકોના મૃત્યુ થયા બાદ આજે રાજ્ય કક્ષાના નેશનલ હાઈવે ઓથોરિટી આરટીઓ એફ એસ એલ સહિત ટ્રાફિકના વિવિધ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી સ્થળ નિરિક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર અકસ્માતનું કારણ જાણવા તજવીજ (Etv Bharat Gujarat)

અકસ્માત થવાનું સ્પષ્ટ કારણ જાણવા મથામણઃ હિંમતનગરના સહકારી જીન પાસે ગતરોજ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ સાત લોકોના મોત થયા હતા ત્યારે આજે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી અર્પિતા પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ NHAI, RTO અને FSL, સ્થાનિક પોલીસ અને ટ્રાફિકના અધિકારીઓ સહિતની ટીમો સ્થળ પર પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.

સૂચિત અકસ્માતની જગ્યાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિક પગલે વિવિધ ક્ષતિ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતું. તો સાથે સાથે નેશનલ હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે તેવી પણ જાણકારીઓ સામે આવી છે. ઓવરસ્પિડ મામલે પણ સ્થાનિક પોલીસની કાર્યવાહી અંગેની માહિતી સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનને સાઈન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી હતી. સાથે સાથે હાઈવે પર થતા અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય તે દિશામાં કામગીરી કરી રહ્યા છે.

કેવી રીતે સર્જાયો હતો અકસ્માત: અકસ્માતમાં ઇનોવા કારમાં સવાર 8 લોકોમાંથી 7 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાવી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ બાદ વઘુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ઇનોવા કાર લઈને આ તમામ મૃતકો શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગતરોજ વહેલી સવારે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતને પગલે કારનો કચ્ચરગાણ નીકળી ગયો હતો. નેશનલ હાઇવે રોડ પર ગંભીર અકસ્માતને પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ ડીવાઇએસપીનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. ગંભીર અકસ્માતને લઈ ફાયર વિભાગ દ્વારા કટરથી કારને કાપી મૃતદેહો બહાર નિકાળાયા છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.

  1. બિલ્કીસ બાનો કેસમાં પુનર્વિચારની ગુજરાત સરકારની અરજી SCએ ફગાવી, કહ્યું- 'રેકોર્ડમાં કોઈ ભૂલ દેખાતી નથી' - BILKIS BANO CASE SC LATEST UPDATE
  2. લોકો ફરી લાઈનમાં લાગવા મજબૂર, જુનાગઢમાં લોકો થાક્યા તો કરી ચપ્પલોની કતાર, જાણો શું છે રહસ્ય... - aadhar update in junagadh

ABOUT THE AUTHOR

...view details