ETV Bharat / business

ક્યારે અને કયા સમયે રજૂ થશે "સામાન્ય બજેટ 2025", જાણો સમગ્ર વિગત... - GENERAL BUDGET 2025

તાજેતરના વર્ષોની પરંપરા મુજબ, કેન્દ્રીય બજેટ 2025 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સંસદમાં રજૂ થવાની અપેક્ષા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ (IANS Photo)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 7:27 AM IST

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ પ્રસ્તુતિ એક મોટી વાર્ષિક ઘટના છે, જે પરંપરાગત રીતે લોકસભામાં IST સવારે 11:00 વાગ્યે શરૂ થાય છે.

સામાન્ય બજેટ 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ મોદી સરકારનું બીજું પૂર્ણ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હશે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું પૂર્ણ બજેટ હશે. જોકે, સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારતીય શેરબજારમાં યોજાશે ખાસ સેશન : કેન્દ્રીય બજેટ 2025 ની જાહેરાતને ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજારો (BSE અને NSE) 1 ફેબ્રુઆરીએ શનિવાર હોવા છતાં ખુલ્લા રહેશે. કેન્દ્રીય બજેટની રજૂઆતને કારણે એક્સચેન્જ 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ લાઇવ ટ્રેડિંગ સત્રો યોજશે, આ અંગે એક્સચેન્જના એક પરિપત્રમાં જણાવ્યું હતું.

નાણામંત્રીના ભાષણનું જીવંત પ્રસારણ : સંસદની સત્તાવાર ચેનલ દૂરદર્શન અને સંસદ ટીવી નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણનું જીવંત પ્રસારણ કરશે. સંસદ સંસદ ટીવી અને દૂરદર્શન યુટ્યુબ પ્લેટફોર્મ પણ બજેટ 2025 કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે.

કેવી રીતે ચેક કરશો બજેટ ? વચગાળાનું બજેટ 2025 નું "પેપરલેસ ફોર્મ" યુનિયન બજેટ મોબાઈલ એપના માધ્યમથી ઉપલબ્ધ છે. આ માહિતી હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. જેને યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) અથવા Android અને iOS વપરાશકર્તાઓ બહુભાષી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.

  1. GST કાઉન્સિલના નિર્ણય: પોપકોર્ન પર 18 % સુધી GST, શું સસ્તું અને શું મોંઘું
  2. વિજય રૂપાણીને ભાજપે આપી મોટી જવાબદારી, મહારાષ્ટ્રમાં કેન્દ્રિય નિરીક્ષક બન્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.