ETV Bharat / lifestyle

આ જોઈને તમારા મોંમાં પાણી આવી જશે ! હવે આ સરળ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટાકાની લોલીપોપ - POTATO LOLLIPOP RECIPE

પોટેટો-લોલીપોપ નામ સાંભળતા દરેકના મોંમાં પાણી આવી જાય છે, આજે આ અહેવાલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તેને ઝડપથી કેવી રીતે બનાવશો...

આ સરળ રીતે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટાકાની લોલીપોપ બનાવો
આ સરળ રીતે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટાકાની લોલીપોપ બનાવો (FREEPIK)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2025, 11:29 AM IST

જો તમે સમોસા અને બટાકાના વડા ખાઈને કંટાળી ગયા છો તો તમને બાફેલા બટાકાની આ રેસીપી(Potato recipe) ચોક્કસ ગમશે. તમને જણાવી દઈએ કે, બટેકા સદાબહાર શાકભાજીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આમાંથી એક પોટેટો લોલીપોપ છે, જેનું (Potato lollipops) નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, ચાલો આ અહેવાલ દ્વારા જાણીએ કે ઘરે કેવી રીતે (homemade snacks) બનાવી શકાય ક્રિસ્પી પોટેટો લોલીપોપ…

Potato lollipops બનાવવા માટેની સામગ્રી

  1. 4 મધ્યમ કદના બટાકા, બાફેલા, ઠંડા કરેલા, છૂંદેલા
  2. ½ કપ બ્રેડક્રમ્સ
  3. 1 ચમચી બારીક સમારેલી તાજી ડુંગળી
  4. 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
  6. ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  7. 1 ચમચી લીંબુનો રસ
  8. 1 ચમચી મીઠું
  9. 1 ચમચી લાલ મરચાના ટુકડા
  10. 1 ચમચી અજમો
  11. 2 મોટા ચમચા મેંદો
  12. 2 ચમચી કોર્ન સ્ટાર્ચ
  13. 20 લાકડાના ટૂથપીક્સ
  14. તળવા માટે તેલ

બનાવવાની પદ્ધતિ

  • છૂંદેલા બટાકાને એક મિક્સિંગ બાઉલમાં મૂકો.
  • ત્યારબાદ તેમાં બ્રેડક્રમ્સ, ડુંગળી પાવડર, લસણ પાવડર, મરચું પાવડર, ઓરેગાનો, લાલ મરચાના ટુકડા, સમારેલી કોથમીર અને મીઠું ઉમેરો.
  • તેમને સારી રીતે મિક્સ કરો.
  • થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. આનાથી મિશ્રણ સારી રીતે કડક થઈ જશે. પછી તમારી હથેળીઓ પર તેલ લગાવો અને મિશ્રણને 20 સમાન ભાગોમાં વહેંચો. દરેક ભાગને નાના બોલનો આકાર આપો.
  • ત્યારબાદ મેંદો અને કોર્ન સ્ટાર્ચને 4-5 ચમચી પાણીમાં મિક્સ કરીને બેટર બનાવો. આ બેટર એટલું જાડું હોવું જોઈએ કે તે બોલમાં લાગી જાય.
  • બ્રેડક્રમ્સને પ્લેટમાં કાઢી લો. તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • બટાકાના બોલને બેટરમાં ડુબાડીને બ્રેડક્રમ્બના મિશ્રણમાં રોલ કરો.
  • દરેક બોલ માટે સમાન પ્રક્રિયા કરી અને તેને બાજુ પર મુકી દો.
  • ફ્રાય કરતી વખતે બોલમાં ટૂથપીક ભરાવો અને તેની સાથે ફ્રાય કરો.
  • બોલ્સને સોનેરી અને ક્રન્ચી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય અથવા શેલો ફ્રાય કરો.
  • તમારી પસંદગીના કોઈપણ ડીપ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

આ પણ વાંચો:

  1. શિયાળામાં ગરમ દૂધની સાથે ખાસ કરો ખજૂરનું સેવન, ફાયદા જાણીને દંગ રહી જશો
  2. ઘરે જ ટ્રાય કરો આ 8 પ્રકારના રાયતા, તમને સ્વાદની સાથે મળશે અનેક ફાયદા, જાણો ખાવાની સાચી રીત અને સાવચેતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.