નવી દિલ્હી : સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન PPF, NSC જેવી નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. એક સૂચના જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. સરકારે PPF અને NSC સહિતની વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો 1 જાન્યુઆરી, 2024 થી શરૂ થતા ત્રિમાસિક ગાળામાં સતત ચોથી વખત યથાવત રાખ્યા છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના : નોટિફિકેશન અનુસાર, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજ દર 8.2 ટકા રહેશે, જ્યારે ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 7.1 ટકા રહેશે. નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજ દર 8.2 ટકા રહેશે. ત્રણ વર્ષની મુદતવાળી થાપણો પરનો વ્યાજ દર વર્તમાન ક્વાર્ટર મુજબ 7.1 ટકા રહેશે.
PPF અને કિસાન વિકાસ પત્ર : સૌથી લોકપ્રિય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ સ્કીમ્સ પર પણ વ્યાજ દરો અનુક્રમે 7.1 ટકા અને 4 ટકા જાળવવામાં આવ્યા છે. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા હશે અને રોકાણ 115 મહિનામાં પરિપક્વ થશે. જાન્યુઆરી-માર્ચ 2025 ના સમયગાળા માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર વ્યાજ દર 7.7 ટકા રહેશે.
વર્તમાન ક્વાર્ટરની જેમ માસિક આવક યોજના રોકાણકારોને 7.4 ટકા વ્યાજ આપશે. છેલ્લા ચાર ક્વાર્ટરથી વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારે છેલ્લે ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કેટલીક યોજનાઓમાં ફેરફાર કર્યા હતા. સરકાર દર ક્વાર્ટરમાં પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોની સૂચના જારી કરે છે.