અમદાવાદ:ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એક સમયે ઉનાળા દરમિયાન કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલા લોકો હાલ વરસાદના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાસ સમયથી ભારે તેમજ અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે જનજીવન ખોરવાઇ ગયું છે.
ગઈ કાલે થયો હતો ભારે વરસાદ: ગઈ કાલે એટલે કે 4 ઓગસ્ટના રોજ ગુજરાતનાં ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું. આ ચાર જિલ્લા બનાસકાંઠા, સમબરકાંઠા, નવસારી અને વલસાડ તેમજ દાદરા નગર હવેલી છે. એટલું જ નહીં પરંતુ રાજ્યના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ જિલ્લાઓ પાટણ, મહેસાણા, સુરત, વાપી અને ડાંગ છે. ગઈ કાલે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો.
4 ઓગસ્ટે ભારતીય હવામાનની આગાહી (Etv Bharat Gujarat) આજે શું છે વરસાદી વાદળાઓની સ્થિતિ:આ સાથે ભારતીય હવામાન વિભાગની માહિતી પ્રમાણે 5 ઓગસ્ટ એટલે કે આજ રોજ રાજ્યના બે જિલ્લાઓ નવસારી અને વલસાડ તેમજ દાદરા નગર હવેલીના ઓરેંગ એલર્ટ છે. એટલે અહીંયા વિસ્તારોમાં ભારે વરસાદ થવી સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લા સુરત, ભરૂચ, નર્મદા, તાપી, અને ડાંગમાં તકેદારી રાખવાની સૂચના હવામાન વિભાગે આપી છે.
5 ઓગસ્ટે ભારતીય હવામાનની આગાહી (Etv Bharat Gujarat) શું કહે છે હવામાન વિભાગની આગાહી:જ્યારે આવતી કાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ રાજુયાના માત્ર બે વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ નવસારી, વલસાડ તેમજ દાદરા નગર હવેલી છે. જય માત્ર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.
6 ઓગસ્ટે ભારતીય હવામાનની આગાહી (Etv Bharat Gujarat) એક વિશ્લેષણ:અહીં નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદ મોત ભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે. જ્યારે હવે વરસાદ વાદળો ઉપરના તરફ સરકતા ઉત્તર ગુજરાત તરફ સરકતા ત્યાંનાં રાજ્યોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અહી અન્ય બાબત એ છે કે ભારે વરસાદ થાય છે પરંતુ ઘણા રાજ્યોમાં જ્યાં ડેમ આવેલા છે ત્યાં ગયા વર્ષની સરખામણીએ ઓછો વરસાદ થયાની મહિતી મળી રહી છે.
- નવસારીની લોકમાતાઓ બની ગાંડીતૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા - navasari weather update
- દેશના છેલ્લા 24 કલાકમાં કયા રાજ્યોના કયા ભાગમાં થયો છે ભારે વરસાદ, જાણો - India Weather Update