અમદાવાદ: બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે હતું. આ નિવેદન બાદ સમગ્ર દેશમાં ઠેર-ઠેર નિવેદનની નિંદા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ તેના પડઘમ સંભળાઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પાસે એન એસ યુ આઈ દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે X પર વીડિયો પોસ્ટ કરીને ભાજપ પર પ્રહારો કર્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદનમાં કહ્યું હતું કે, "આ એક ફેશન બની ગઈ છે. આંબેડકર આંબેડકર આંબેડકર કરવાની, જો આટલી વખત ભગવાનનું નામ લેવામાં આવ્યું હોય તો સાત જનમ સુધી સ્વર્ગ મળી શકે છે. આ નિવેદન બાદ સમગ્ર દેશની અંદર તેની નિંદા કરવામાં આવી રહી છે."
પહેલાથી જ પોલીસ કાફલો ગોઠવાયો: અમદાવાદ શહેરમાં પણ NSUI દ્વારા અમિત શાહ દ્વારા આપવામાં આવેલા બાબા સાહેબ આંબેડકર અંગેના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો.
વિરોધ પહેલા જ કરાય અટકાયત: મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જ્યારે યુનિવર્સિટી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા ત્યારે પહેલાથી ગોઠવાયેલ પોલીસ હોવાથી તેઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
બાબાસાહેબ આંબેડકરજીનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નૌટંકી કરે છે. pic.twitter.com/O92fWMbLjF
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 19, 2024
શું હતી NSUI કાર્યકર્તાઓની માંગ ? કાર્યકર્તાઓની અટકાયત સમય તેમની સાથે વાત કરતા તેઓની સતત એક જ માંગણી હતી કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધનું નિવેદન છે, તેનાથી કરોડો ભારતીયોનું અપમાન થયું છે, તેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તમામ ભારતીયોની માફી માંગે અને જો તેવું કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અમિત શાહ દ્વારા શું ટિપ્પણી કરવામાં આવી હતી ? બે દિવસ પહેલા રાજ્ય સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર અંગે ટિપ્પણી કરતા વાત કરવામાં આવી હતી કે, "આંબેડકર આંબેડકર આંબેડકર કરવું ફેશન બની ગયું છે, જો આટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જનમ સુધી સ્વર્ગ મળી શકે."
અમિત શાહ માફી નહીં માંગે તો વધુ ઉગ્ર આંદોલન કરીશું: NSUI ના કાર્યકર્તાઓ દ્વારા ચીમકી પણ ઉચારવામાં આવી હતી કે, જો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતાના નિવેદન અંગે માફી નહીં માંગે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
આ પણ વાંચો: