ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ગરમી તો જીવ લેશે ! રાજ્યના આ જિલ્લામાં છે યેલો એલર્ટ, કેવું રહેશે આ અઠવાડિયે હવામાન, જાણો - GUJARAT WEATHER UPDATES

25 થી 28 ફેબ્રુઆરી સુધી આગ દઝાડે તેવી ગરમી પડવાની શક્યતા છે. ઉપરાંત અમુક જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં ભારે ગરમીનો માહોલ
રાજ્યમાં ભારે ગરમીનો માહોલ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 7:20 AM IST

Updated : Feb 25, 2025, 9:01 AM IST

હૈદરાબાદ: ગુજરાતમાં માર્ચ અને એપ્રિલ જેવી ગરમી ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઈ ગઈ હોય તેવા અણસાર છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી જ રહ્યો છે. ઉપરાંત 25 થી 28 ફેબ્રુઆરી સુધી આગ દઝાડે તેવી ગરમી પડવાની શક્યતા છે. ઉપરાંત અમુક જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ગરમીનો પારો વધતાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જોકે સમય જતાં આ ડિગ્રીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આ ઉપરાંત IMD દ્વારા દક્ષિણ ગુજરાતનાં વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. પરિણામે આ વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યેલો એલર્ટ આ વિસ્તારમાં લગભગ આવનાર 5 દિવસ સુધી રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

જોકે આગામી અઠવાડિયે તાપમાન કેવું રહેશે, ચાલો જાણીએ...

તારીખ લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન
25 ફેબ્રુઆરી 20°C 35°C
26 ફેબ્રુઆરી 20°C 36°C
27 ફેબ્રુઆરી 20°C 36°C
28 ફેબ્રુઆરી 19°C 35°C
1 માર્ચ 19°C 34°C
2 માર્ચ 19°C 34°C

નોંધનીય બાબત છે કે, ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં ઠંડક હોય છે અને માર્ચ મહિનાથી ગરમીની ઋતુની શરૂઆત થાય છે. પરંતુ પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધતા સમગ્ર પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, પરિણામે ઉનાળાની ઋતુની શરૂઆત પણ વહેલા ટાટા વાતાવરણમાં ગરમી સતત રહેશે. આ સમય દરમિયાન વધુ પાણી પીવું હિતાવહ છે.

આ પણ વાંચો:

  1. ગરમીનો પારો વધ્યો, કેટલું ઊંચું ગયું તાપમાન? કેવું રહેશે અઠવાડિયું? જાણો
  2. હવામાનનો પાક્કો નિષ્ણાંત છે 'કંસારો'- શું તમે આ પક્ષી અંગેની ખાસ વાતો જાણો છો?
Last Updated : Feb 25, 2025, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details