અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડયું છે. અને વરસાદ આગળ વધતાં રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના દેખાઈ રહી છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા બે અઠવાડિયાથી વરસાદનું જોર ગુજરાતમાં એકહું જોવા મળ્યું હતું. અને ભારે ઉનાળાની ગરમીથી ત્રાસી ગયેલા લોકો ચાતકડોળે ધોધમાર વરસાદ વર્ષે તેની રાહ જોઈ રહેલા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ પૂર્વાનુમાન અનુસાર સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્તરે વરસાદ વરશશે તેવી સંભાવના દર્શાવી છે.
તો કયા જિલ્લામાં છે વરસાદની સંભાવના: આજ રોજ એટલે કે 22 જૂને દક્ષિણી વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટ છવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. નોંધનીય છે કે હવે ચોમાસું સૌરાષ્ટ્રના ભાગ તરફ વધી રહ્યું છે. એટલે કે અહીં 26 થી 50% જેટલો વરસાદ થશે. આ વિસ્તારોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
22 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat) ગુજરાતમાં વરસાદનું પ્રમાણ: ઉલ્લેખનીય છે કે ત્યારબાદ આગામી ત્રણ દિવસે એટલે કે, 23, 24 અને 25 જૂનના રોજ આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધતાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે. એટલે કે અહીં 51 થી 75% જેટલો વરસાદ થશે.
23 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat) પશ્ચિમી જિલ્લાઓમાં વરસાદનું જોર: ગુજરાતના દક્ષિણી જિલ્લાઓ સાથે સાથે પશ્ચિમી જિલ્લાઓમાં પણ વરસાદનું જોર વધશે. જેમાં ભાવનગર, અમરેલી રાજકોટ મોરબી, પોરબદર, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ગીર સોમનથનો સમાવેશ થાય છે.
24 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat) રણમાં વરસાદ:ઉપરાંત આગામી ત્રણ દિવસોમાં ગુજરાતનાં રણ પ્રદેશ એટલે કે કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. જ્યાં શરૂઆતમાં હળવો વરસાદ થશે. આમ ગુજરતમાં તમામ સ્થળોએ વરસાદની સંભાવનમાં વધારો જોતા ખ્યાલ આવે છે કે, જૂન મહિનાના અંતમાં ગુજરાતમાં બધે ત્યાં વરસાદ થઈ જશે.
25 જૂન માટે વરસાદનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat) - ચાલો જાણીએ આગામી ત્રણ દિવસ કયા જિલ્લાઓમાં વરસશે વરસાદ? ક્યારે થશે વાવણી લાયક વરસાદ? - gujarat weather forecast
- વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી : પારડી તાલુકામાં 16 mm વરસાદ ખાબક્યો, ડાંગરના ખેડૂતો ખુશખુશાલ - Valsad weather update