નવસારી: આજે વહેલી સવારથી નવસારી પંથકમાં પડી રહેલા વરસાદના કારણે જનજીવનને માઠી અસર પડી છે, સવારે 8:00 થી 10 વાગ્યા સુધીના બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે નેશનલ હાઇવે નંબર 48-45 ઉપરથી શહેરમાં પ્રવેશતા અહિંસા દ્વાર પાસે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે રસ્તાની સાઈડમાં ફુલોના વિક્રેતાઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
નવસારી જિલ્લામાં ભારે વરસાદે વધાર્યુ લોકોનું ટેન્શન, ફુલ વિક્રેતા સહિતના નાના વેપારીઓની કફોડી હાલત - Heavy rains in Navsari - HEAVY RAINS IN NAVSARI
સુરત, દમણ, વલસાડ અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે, ત્યારે નવસારી પંથકમાં ફરી એકવાર મેઘરાજાએ સપાટો બોલાવ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવનને પણ માઠી અસર પડી છે. Heavy rains in Navsari
નવસારી જિલ્લામાં ભારે વરસાદ (Etv Bharat Gujarat)
Published : Jul 22, 2024, 2:10 PM IST
નવસારી જિલ્લામાં સવારે 6:00 થી 10 દરમિયાન પડેલો વરસાદ
ગામ | વરસાદનું પ્રમાણ |
નવસારી | 47 મીમી |
જલાલપોર | 49 મીમી |
ગણદેવી | 03 મીમી |
ચીખલી | 23 મીમી |
વાંસદા | 05 મીમી |
ખેરગામ | 26 મીમી |
- ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે વાંસદા તાલુકામાં આવેલા જૂન અને કેલિયા ડેમ ભરાઈ ગયાં છે. કેલિયા ડેમમાં કુલ 457.78 ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે જૂજ ડેમમાં 343.34 ક્યુસેક પાણીની આવક થઈ છે. સારા વરસાદના કારણે જૂજડેમ 30.84 ટકા અને કેલીયા ડેમ ૪૦.૧૪ ટકા જેટલા ભરાયો છે.
વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી, ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, મધુબન ડેમના 6 દરવાજા ખોલાયા - Heavy rainfall in valsad