અમદાવાદ: બોલિવૂડના ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ થવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. ચેક બાઉન્સ કેસમાં હાઇકોર્ટે સજા મોકૂફી અંગે વચગાળાનો હુકમ કરવાની સાથે વોરંટ પર પણ સ્ટે આપ્યો છે. કોર્ટે આ રાહત સેશન્સ કોર્ટમાં જમા કરાવેલી રકમ ઉપરાંત હાઇકોર્ટમાં 16.5 લાખ રૂપિયા જમા કરવાની શરતે આપી છે. આ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીની અરજી ફગવાવા સાથે વોરંટ જારી કરવા હુકમ કર્યો હતો. પોતાને થયેલી સજાના નિર્ણયને રાજકુમાર સંતોષીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેમને હવે રાહત મળી છે.
ચેક બાઉન્સ કેસમાં રાજકુમાર સંતોષીને શરતી રાહત, HCએ સજા મોકૂફી પર આપ્યો વચગાળાનો હુકમ - CHEQUE BOUNCE CASE
બોલિવૂડના ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ થવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે.
Published : Dec 2, 2024, 9:56 PM IST
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2015માં રાજકુમાર સંતોષીએ જામનગરના બિઝનેસમેન અશોક લાલ પાસેથી લોન તરીકે 1.10 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે એક ફિલ્મનું નિર્માણ કરવા માટે આ રકમ લીધી હતી. રાજકુમારે આ રૂપિયા ચૂકવવા માટે અશોક લાલને 10-10 લાખ રૂપિયાના 11 ચેક આપ્યા હતા પરંતુ ડિસેમ્બર 2016માં આ ચેક બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થયા પછી પણ અશોક લાલે રાજકુમાર સંતોષીનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકુમાર તેમને મળ્યા ન હતા.
કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
આ ઉપરાંત જામનગરની કોર્ટમાં કેસ થયા પછી તેઓ 18 વખત સુનાવણીમાં પણ હાજર રહ્યા ન હતા. રાજકુમાર સંતોષીના ચેક રિટર્ન થયા ત્યારે અશોક લાલે તેમને લિગલ નોટીસ મોકલી હતી પરંતુ રાજકુમારે તેનો જવાબ આપ્યો ન હતો. તેના કારણે અશોક લાલે વર્ષ 2017માં જામનગરની કોર્ટમાં તેમની સામે કેસ ફાઈલ કર્યો હતો. કોર્ટે સંતોષીને ચેક બાઉન્સના કેસમાં બે વર્ષની સાદી જેલની સજા ફટકારી હતી.