ગાંધીનગર:ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 MCFT પાણી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીની હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય છે. પરિણામે તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરી નર્મદાના આ પાણીની ફાળવણી કરી ખેડૂતો માટે હિતકારી અભિગમ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.