ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં "ગુજરાત FPO મેળા"નું આયોજન, ખેડૂતોના ઉત્પાદનો સીધા ગ્રાહકોને મળશે - GUJARAT FPO MELA

અમરેલીમાં ત્રિદિવસીય ગુજરાત FPO મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. અહીં ખેડૂતોના ઉત્પાદનનું સીધુ વેચાણ ગ્રાહક સાથે થઈ શકશે.

ગુજરાત FPO મેળો
ગુજરાત FPO મેળો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

અમરેલી :રાજ્યમાં પ્રથમવાર ગુજરાત FPO મેળાનું આયોજન અમરેલીમાં કરવામાં આવ્યુ છે. ઓર્ગેનિક પ્રોડક્ટ પ્રદર્શન કરવા ખેડૂત/FPO ઉત્પાદનોને ગ્રાહકો સાથે જોડાવા 17 થી 19 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય FPO મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

અમરેલીમાં FPO મેળો :કૃષિ કલ્યાણ મંત્રાલય નીચે સ્મોલ ફોર્મસ એગ્રીકલ્ચર બિઝનેસ એસોસિએશન (SFAC) દ્વારા આયોજીત આ મેળાનું IFFCO ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી પ્રગતિશીલ ખેડૂતો પોતાની ખેત પ્રોડક્ટ લઈને FPO મેળામાં આવ્યા હતા.

અમરેલીમાં "ગુજરાત FPO મેળા"નું આયોજન (ETV Bharat Gujarat)

ખેડૂતોના ઉત્પાદનનું સીધુ વેચાણ :હાલની પરંપરાગત ખેતી કરતા જુનવાણી દેશી પધ્ધતિની ખેતી જે સીધી બજાર જોડાણ સાથે થઈ શકે અને ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેવો કેન્દ્ર સરકારનો અભિગમ છે. આ મેળો હજુ બે દિવસ ચાલશે અને ખેડૂતોના ઉત્પાદનનું સીધુ વેચાણ ગ્રાહક સાથે થઈ શકે તેવા અભિગમને સાર્થક સાબિત કરવા સહકારી ક્ષેત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતોના ઉત્પાદનો મળશે સીધા ગ્રાહકો (ETV Bharat Gujarat)

દિલીપ સંઘાણી સહિતના IFFCO અધિકારીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પ્રગતિશીલ ખેડૂતોની ખેતી પ્રોડક્શન નિહાળી હતી. દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, ખેડૂતોને સીધો ફાયદો થાય તેવા હેતુસભર કૃષિ FPO મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હજુ ખાતરની અછત રાજ્યભરમાં જોવા મળતી હોય ત્યારે ચાઇનાથી આવતું મટીરીયલ કૃષિ ક્ષેત્રનું નિકાસ કરતા તંત્રને સંપૂર્ણ બંધ કર્યું છે.

આ તકે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા થતા ઉત્પાદનમાં રો-મટીરીયલના ભાવ વધતા બહારથી માંગવામાં કચાશ કરે છે. એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ તે આવતું નથી. આથી ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે અને ચોક્કસ નિરાકરણ આવશે.

  1. ખેડૂતો માટે સારા સમાચાર, કંઈપણ ગીરવે રાખ્યા વગર 2 લાખ સુધીની લોન મળશે
  2. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા કેન્દ્રની યોજના, 2025-26માં 2481 કરોડ ખર્ચાશે

ABOUT THE AUTHOR

...view details