ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાનું નિવેદન - Standard 10TH RESULT 2024 - STANDARD 10TH RESULT 2024

શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયા,"પરિણામ સારું આવ્યું છે પરંતુ એડમિશન માટે ચિંતા કરવાની જરૂર નથી અને કોર્સ થકી વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકે છે" વધુ માહિતી વાંચો અહીં...

શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાનું નિવેદન
શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાનું નિવેદન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 1:48 PM IST

Updated : May 11, 2024, 2:25 PM IST

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ જાહેર થયું છે જેમાં A ગ્રેટ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી છે. આટલી મોટી સંખ્યામાં પાસ થનાર વિદ્યાર્થીઓને લઈ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા એ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ સફળ થયા તેમને અભિનંદન અને જે લોકો નાપાસ થયા છે તેમને ડબલ અભિનદન . એમને ચિંતા કરવાની જરૂર નથી તેઓ ફરીથી પરીક્ષા આપી શકશે. આ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેમના ભણતર પર અસર ન થાય. અનેકવાર એવું થાય છે કે બહારથી આવતા પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવે છે જે અંગે સચિવ સ્તરે ચર્ચા કર્યા બાદ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યા હતા. ડ્રોપ રેશિયો ધટાડવા સરકાર પ્રયત્ન કરી રહી છે. આ વર્ષે પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ પ્રમાણે હોવાના કારણે પરીક્ષામાં ચોરી અને ગ્રુપ ચોરીની ઘટના નહિવત હતી. ખૂબ જ સારું પરિણામ આવ્યું છે જેથી એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી તમામને એડમિશન મળી જશે. એન્જિનિયરિંગ અને અન્ય વિભાગોમાં ડિપ્લોમા કોર્સિસ છે જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી એડમિશન મેળવી શકે છે.

શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાનું નિવેદન (ETV Bharat Gujarat)
  1. સુરતમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરિણામ જોયા બાદ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા - Class 10 result declared
  2. કચ્છ જીલ્લાનું 10માં ધોરણનું પરિણામ 85.31 ટકા ગત વર્ષ કરતા 16.6 ટકા ઊંચું પરિણામ - 10th result in gujarat
Last Updated : May 11, 2024, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details