સુરત: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીના નિધન બાદ ગઈકાલે રવિવારે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ સહિતના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીઓ પ્રાર્થનાસભામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત જૈન આચાર્યો દ્વારા શોક સંદેશ પાઠવવામાં આવ્યા હતા. જેનું વાંચન પણ કરવામાં આવ્યું હતું.
ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાની પાર્થનાસભામાં ગૌતમ અદાણી, પરિવારજનોને આપી સાંત્વના - Harsh Sanghvi father prayer meeting
: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીના નિધન બાદ ગઈકાલે રવિવારે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિત રાજકીય-સામાજિક આગેવાનો ઉપરાતં ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ પ્રાર્થનાસભામાં જોવા મળ્યા હતાં. Harsh Sanghvi father prayer meeting
Published : Aug 19, 2024, 1:39 PM IST
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાના નિધન બાદ પ્રાર્થના સભામાં શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ 20 મિનિટ જેટલો સમય રોકાયા બાદ ફરીથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. હર્ષ સંઘવીના મજુરા વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી પ્રાર્થના સભામાં લોકો રોકાયા હતા. મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ ઉપરાંત પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. ગૌતમ અદાણી પ્રાર્થના સભામાં હાજર રહીને હર્ષ સંઘવી તેમની માતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રાર્થના સભામાં 20થી 30 મિનિટ સુધી રોકાયા હતા. ગૌતમ અદાણી દ્વારા સ્વર્ગસ્થ રમેશચંદ્ર સંઘવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.