ગુજરાત

gujarat

ETV Bharat / state

રામ મંદિર નિર્માણમાં ખિસકોલી રૂપ : પંચદેવ મંદિર, તંગ માહોલ વચ્ચે 21 હજાર રામશીલાને આપી સુરક્ષા - Ram Mandir - RAM MANDIR

ગાંધીનગરમાં સ્થિત પંચદેવ મંદિર રામ મંદિર નિર્માણની તવારીખમાં મોટું સ્થાન ધરાવે છે. ઉપરાંત જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આ મંદિર સેવા કાજે આગળ આવ્યું છે. જાણો કેવી રીતે પંચદેવ મંદિર બન્યું રામશીલા પૂજનનું સાક્ષી...

રામ મંદિર નિર્માણમાં ખિસકોલી રૂપ : પંચદેવ મંદિર
રામ મંદિર નિર્માણમાં ખિસકોલી રૂપ : પંચદેવ મંદિર

By ETV Bharat Gujarati Team

Published : Apr 18, 2024, 1:00 PM IST

ગાંધીનગર :અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી છે. ત્યારે અયોધ્યાથી લઈને સમગ્ર ભારતભરમાં તેની શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ રામજીની શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સેતુબંધ સમયે નાની ખિસકોલીની સેવાની જેમ ગાંધીનગર પંચદેવ મંદિરે નાનો પણ ઉત્તમ ફાળો આપ્યો હતો તે ભૂલવા જોઈએ નહીં.

પંચદેવ મંદિર બન્યું રામશીલા પૂજનનું સાક્ષી...

શ્રી પંચદેવ મંદિર :જ્યારે જ્યારે ધાર્મિક સંકટ આવ્યું છે, ત્યારે ત્યારે ગાંધીનગર અડીખમ ઉભું રહ્યું છે. વર્ષ 1985 માં અમદાવાદમાં રથયાત્રા નીકળી શકી નહોતી અને વાતાવરણ તંગ થઈ ગયું હતું. ત્યારે ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ રથયાત્રા પંચદેવ મંદિરથી નીકળી હતી. આવી જ રીતે વર્ષ 1989 માં શ્રીરામશિલા સંચયક રક્ષણ માટે પણ પંચદેવ મંદિર આગળ આવ્યું હતું. ગાંધીનગર સેક્ટર 22 માં આવેલ પંચદેવ મંદિર રામશીલા પૂજનનું સાક્ષી બન્યું હતું.

રામશીલા પૂજન :વર્ષ 1989 માં સમગ્ર ભારતમાં તેમજ જ્યાં જ્યાં રામ અનુરાગી વસી પણ રહ્યા હતા ત્યાં ત્યાં રામશીલા પૂજનના કાર્યક્રમો થયા હતા. આફ્રિકાથી આવેલી ચાંદીની શિલા સહિત કુલ 21 હજાર જેટલી શિલાઓ ગુજરાતમાંથી ભેગી કરવામાં આવી હતી. તે વખતે માહોલ તંગ હતો અને ગમે ત્યારે તોફાન ફાટી જાય તેવી સંવેદનશીલ સ્થિતિ હતી.

સંવેદનશીલ માહોલ વચ્ચે રામશીલા મિશન :90ના દાયકામાં અંતિમ વર્ષોમાં દેશમાં રામ મંદિર આંદોલન તેની ચરમ પર હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંદર દેશભરમાંથી રામ નામની શીલા મંગાવવામાં આવી હતી. ગામે ગામ રામ શીલાની પૂજા થતી હતી. રામરથ ગામડે ગામડે ફરતા હતા. દરેક ગામમાં રથની પૂજા આરતી કરવામાં આવતી હતી. આ રીતે રામ મંદિર માટે એક માહોલ ઊભો થયો હતો.

VHP કાર્યકરોએ કરી શીલાની રક્ષા :વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટ્રસ્ટીઓની અનુમતિથી ફૂલશંકર શાસ્ત્રીના તત્વાવધાનમાં શિલાઓને મંદિરના પ્રાંગણમાં ટેન્ટ બાંધીને રાખવામાં આવી હતી. અહીં નિત્ય પૂજન વિધિ કરવામાં આવી હતી. આસપાસના મોટી સંખ્યામાં ભક્તો અહીં શીલાના દર્શન કરવા માટે આવતા હતા. કોઈ ટોળું શીલાને ટાર્ગેટ ન કરે તે માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી હતી. અહીંયા સંત શાસ્ત્રી ફૂલશંકરે પોલીસને પોસ્ટ હટાવી લેવા માટે અને મંદિરને સ્વયંસેવકોને હવાલે કરી દેવા કહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ 24 કલાક ખડે પગે રામ શીલાની સુરક્ષા કરી હતી.

  1. સુરતના રામભક્ત પાસે છે સુવર્ણ રામાયણ, વર્ષમાં માત્ર એકવાર જ દર્શન કરી શકશો
  2. આજે રામ નવમી, મિર્ઝાપુરથી પ્રભુ રામને અયોધ્યા માટે એક લાખ 11 હજાર લાડુનો પ્રસાદ

ABOUT THE AUTHOR

...view details