પાટણ:અત્યારે ચોમાસાની ઋતુ આવી ગઈ છે. જેને પગલે પાટણ જિલ્લાના અમુક તાલુકાઓમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. ત્યારે રાંધનપુર તાલુકાના અમુક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખાસ્સા સમયથી ગરમી પડતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાંધનપુર તાલુકામાં ખેડૂતો વરસાદ પડે તો તેઓ વાવણી કરી શકે તેવું ખેડૂતોએ કહ્યું હતું.
આવ રે વરસાદ.... વરસાદની આતુરતાથી રાહ જોતા પાટણ પંથકના ખેડૂતો - rain in Patan - RAIN IN PATAN
પાટણના રાધનપુર તાલુકાના અમુક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખાસ્સા સમયથી ગરમી પડતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાંધનપુર તાલુકામાં ખેડૂતો વરસાદ પડે તો તેઓ વાવણી કરી શકે તેવું ખેડૂતોએ કહ્યું હતું. rain in Patan
![આવ રે વરસાદ.... વરસાદની આતુરતાથી રાહ જોતા પાટણ પંથકના ખેડૂતો - rain in Patan રાંધનપુરના ગામોમાં મેઘરાજનું આગમન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/1200-675-21789358-thumbnail-16x9-.jpg)
Published : Jun 25, 2024, 10:14 AM IST
મોંઘા ભાવના બિયારણની ખરીદી શરુ:પાટણમાં અત્યારે વરસાદનું આગમન થઇ ગયું છે ત્યારે ખેડૂતો આ વાતથી ખુશ તો થયા છે. રાંધનપુરના ગામડાઓના ખેડૂતો વરસાદ આવે તે પહેલા જ મોંઘા ભાવના બિયારણ ખરીદવાની કામગીરી શરુ કરી દીધી છે. જેથી જ્યારે વરસાદ આવે એટલે પાકની વાવણી કરવા બિયારણોનો ઉપયોગ થઇ શકે.
ખેડૂતોની વાવણીની તૈયારી: જુવાર, કપાસ, મકાઈ, બાજરી, મગફળી, સહિતના બિયારણોની ખરીદી કરીને ખેડૂતોએ વાવણી માટે તૈયારી કરી છે ત્યારે પંથકમાં વરસાદ આવે તેવી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતના બીજા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ખેડૂતો વાવણી પણ કરવા લાગ્યા છે. પરંતુ રાંધનપુરના ગામોમાં મેઘરાજનું આગમન થાય તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.