ટીટોડીના ઈંડાની સ્થિતિ પરથી જાણો વરસાદની આગાહી (ETV Bharat Desk) જૂનાગઢ :સૌરાષ્ટ્રમાં દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો શિયાળા, ઉનાળા અને ચોમાસા દરમિયાન પ્રકૃતિમાંથી મળતા સંકેતના આધારે દેશી પદ્ધતિથી ઠંડી, ગરમી અને વરસાદનું અનુમાન કરતા હોય છે. ટીટોડીના ઈંડા પરથી કઈ જગ્યાએ કેટલો અને કેવા પ્રકારનો વરસાદ પડશે તેનું અનુમાન કરાય છે. ત્યારે આ વર્ષે ટીટોડીના ઈંડા પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે, એકાદ મહિનો વરસાદની ખેંચ રહેશે.
ટીટોડીના ઈંડા પરથી વરસાદનું અનુમાન :દર વર્ષે ચોમાસા પૂર્વે કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોના એક સેમિનારનું આયોજન થાય છે. જેમાં દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોનો જમાવડો જોવા મળે છે. શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદનો વરતારો આવા દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકારો કરાતા હોય છે. જેમાં ટીટોડીના ઈંડા પરથી પણ ચોમાસાના વરસાદનું અનુમાન કરવામાં આવે છે.
ટીટોડીના ઈંડા પરથી આગાહી :દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયા પાછલા ઘણા વર્ષોથી ટીટોડીના ઈંડા પરથી ચોમાસાના વરસાદનો વરતારો જાહેર કરે છે. તેમના નિરીક્ષણ અનુસાર ઇંડાની સંખ્યા, ઈંડાની સ્થિતિ અને બચ્ચા ઊઠવાના સમયને સૌથી મહત્વનો માનવામાં આવે છે.
ઇંડાની સંખ્યા અને સ્થિતિ :ટીટોડીના ઈંડા જમીનમાં ખૂત જોવા મળે તો ખૂબ સારો વરસાદ થઈ શકે છે. ઇંડાની સંખ્યા પૈકી જેટલા ઈંડા જમીનમાં ખૂત જોવા મળે તેટલા મહિના સારો વરસાદ થાય છે. ઈંડા પૈકીનું કોઇ પણ એક ઈંડુ આડુ અથવા તો જમીનને સમાંતર પડેલું જોવા મળે તો ચોમાસાની ઋતુ દરમિયાન એકાદ મહિનામાં વરસાદની ખેંચ પણ વર્તાઈ શકે છે.
આ વર્ષે વરસાદની આગાહી :ટીટોડી જે ઈંડા આપે છે તેમાંથી સાચા ઈંડા કેટલા છે તેને લઈને પણ વરસાદનો વરતારો થાય છે. વધુમાં ઈંડામાંથી બચ્ચા ઊઠવાના સમયગાળા અને બચ્ચાની સંખ્યાને લઈને પણ ચોમાસાના વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. તે મુજબ આ વર્ષે ચોમાસાના ત્રણ મહિના સારો વરસાદ થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
- બિહારમાં વરસાદથી હાહાકાર, વીજળી પડવાથી 5નાં મોત, 12 દાઝી ગયા - LIGHTNING IN BIHAR
- કાળઝાળ ગરમી વચ્ચે દાહોદ જિલ્લામાં ભારે વરસાદ, લોકોને 'ગરમી મે ઠંડી કા અહેસાસ' - Rain In Dahod