ભાવનગર:ભારત સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ ગરમી પાછળનું કારણ સમજવા જેવું છે. હજુ ગરમી ક્યાં સુધી રહી શકે છે. ગરમી વચ્ચે વરસાદની આસ રહેતી હોય છે.પરંતુ જ્યોતિષીઓના મતે હજુ 9 તપા જરૂરી સારા ચોમાસા માટે માનવામાં આવે છે. આખરે કયું ગણિત ગરમી અને વરસાદને પગલે છે. ક્યાં સુધી ગરમી જરૂરી અને કયા ગ્રહના પગલે પારો 44 અને દેશમાં 48 સુધી પહોચ્યો તેમજ 9 તપા એટલે શું જાણો...
જ્યોતિષીના મતે 9 તપા કેમ છે જરુરી (etv bharat gujarat) આકરી ગરમી પાછળ કારણ શું અને ક્યાં સુધી: ગુજરાત અને દેશમાં સૂર્યનારાયણના પ્રકોપ પાછળ જ્યોતિષીઓની દ્રષ્ટિએ ઉભો થતો યોગ છે. જ્યોતિષી કિશન જોષીએ જણાવ્યું હતું કે, હાલમાં જોવા જઈએ તો ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ બ્રેક અનુભવ આ વખતે થઈ રહ્યો છે.મંગળ અને રાહુ એ બંને જ્યારે એક સાથે હોય કે એક યુતીમાં હોય ત્યારે ગરમીનો પ્રકોપ વધે, મંગળ પણ ગરમ ગ્રહ છે અને રાહુ પણ ગરમ ગ્રહ છે.
મંગળ-રાહુના સંયોગથી અંગારક યોગ બને છે (etv bharat gujarat) મંગળ-રાહુના સંયોગથી અંગારક યોગ બને છે: જ્યારે આ બંનેનો સંયોગ થાય ત્યારે અંગારક યોગ બને છે એટલે તાપ વધે. હવે ત્યારે મીન રાશિમાં મંગળ અને રાહુનો યોગ બન્યો છે એટલે યુતિ થાય છે. મંગળ-રાહુનો અંગારક યોગ બન્યો છે તેનાથી છેલ્લા લગભગ 20 વર્ષમાં કે 30 વર્ષમાં જે ગુજરાત ઉપર ગરમી નથી પડી એવી ગરમી આ વખતે પડી છે. હજી પણ બીજી જૂન સુધી એવી પરિસ્થિતિ છે, કે રેકોર્ડ બ્રેક ગરમીનો અહેસાસ હજી પણ તમને થશે. પહેલા એવું હતું કે, સાંજના સમયમાં તમને ઠંડકનો અહેસાસ થતો પણ આ વખતે બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી તમને ગરમીનો અનુભવ થાય, લૂનો અનુભવ થાય, ગરમ પવનનો અનુભવ થાય.
મંગળ-રાહુના સંયોગથી અંગારક યોગ બને છે (etv bharat gujarat) 9 દિવસ શાસ્ત્રમાં 9 તપા કહેવાય:જ્યોતિષી કિશન જોષીએ જણાવ્યું હતું કે, હાલમાં જોવા જઈએ તો 25મી મેના રોજ સૂર્યનું રોહીણી નક્ષત્રમાં પ્રવેશ થયો છે. આ 9 દિવસ શાસ્ત્રમાં 9 તપા કહેવાય છે. 9 તપા એટલે આ 9 દિવસ સૂર્ય પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં હોય અને એ સ્થિતિમાં આ 9 દિવસમાં ખૂબ તાપ સહન કરવો પડે. જો આ 9 દિવસમાં તાપ ન પડે તો ભવિષ્યમાં તમારું ચોમાસુ નબળું જાય, એ પૂરી સંભાવના દેખાય છે. જો આ 9 દિવસમાં સારો તાપ પડે તો વરસાદ સારો થાય, ખેડૂતોને લાભ મળે, વરસાદી પાક ખૂબ સારો થાય અને પૂર જેવી સ્થિતિ તમને ઓછી જોવા મળે, પણ જો આ 9 દિવસમાં એકાદ વખત પણ વરસાદનો માહોલ બને તો તમારું આગામી ચોમાસું થોડું નબળું જાય એવી પૂરી સંભાવના દેખાય છે. ઉપરોક્ત માહિતી જ્યોતિષ જાણકારી મુજબ પ્રકાશિત કરાયેલી છે.ETV ભારતે પોતાનો કોઈ તર્ક મુકેલો નથી.
- એસિડ એટેક પીડિત સુરતનો એ યુવક જે બનવા માંગતો હતો મોડલ, પણ બન્યું કંઈક એવું કે... - ACID ATTACK SURVIVAL in surat
- આજે બિહારમાં ફરી ગરજશે PM, NDA ઉમેદવારોના વિજય માટે 3 સ્થળો પર કરશે પ્રચાર - pm narendra modi public meting